જયદેવ જનાર્દન (Photo:Zopa.com)

ઓનલાઈન બેંક ઝોપા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં રોકાણ કરવા અને નવા કરન્ટ એકાઉન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે તેને £68 મિલિયનનું નવું ફંડિંગ મળ્યું છે. ઝોપાને અગ્રણી શિપિંગ કંપની મર્સ્કના માલિક એપી મોલર હોલ્ડિંગનું ફંડિંગ સમર્થન મળ્યું હતું. નવા રોકાણનો ઉદ્દેશ ઝોપાની વૃદ્ધિ યોજનાઓને વેગ આપવાનો છે.

2005માં સ્થપાયેલ ઝોપાએ શરૂઆતમાં પીઅર-ટુ-પીઅર ધિરાણની શરૂઆત કરી હતી, પરંતુ 2020માં પરંપરાગત બેંકિંગ મોડલ અપનાવ્યું હતું. હાલમાં આ બેન્ક 1.3 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે, £5 બિલિયન ડિપોઝિટનું સંચાલન કરે છે અને યુકેના ગ્રાહકોને £13 બિલિયન કરતાં વધુ ધિરાણ આપે છે.

ઝોપાના ચીફ એક્ઝિક્યુટિવ જયદેવ જનાર્દને જણાવ્યું હતું કે આ ફંડિગથી ઝોપાને નિયમનકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરશે, કારણ કે તે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. બેંકે નવા કરન્ટ એકાઉન્ટ સાથે આગામી વર્ષે ઇન્વેસ્ટમેન્ટ ISA લોન્ચ કરવાની યોજના બનાવી છે. બેન્ક એઆઈ કેવી રીતે ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગને સુધારી શકે તેના પર પણ કામ કરી રહી છે. ઇન્ડિવિડ્યુઅલ સેવિંગ એકાઉન્ટ (ISA) તમને શેર, ફંડ, ઇન્વેસ્મેન્ટ ટ્રસ્ટ અથવા બોન્ડ જેવા વિકલ્પોમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે.

તેમણે જણાવ્યું હતું કે એઆઇ વધુ વોઇસ બેસ્ડ બેન્કિંગ તરફ કેવી રીતે લઈ જાય છે તેના પર અમે કામગીરી કરી રહ્યાં છીએ. AI ગ્રાહકોને તેમની નાણાકીય બાબતો પર “વધુ સારી પસંદગીઓ” કરવામાં મદદ કરી શકે છે.
બેંકે 2023માં £15.8 મિલિયનનો તેનો પ્રથમ કરવેરા પહેલાનો નફો નોંધાવ્યો હતો. તેને 2024માં બમણા નફાની અપેક્ષા છે.

એપી મોલર હોલ્ડિંગ ડેન્સકે બેંકમાં પણ શેરહોલ્ડર પણ છે. $32 બિલિયનની એસેટ સાથે તે ડેનમાર્કના સૌથી મોટા ઇન્વેસ્ટર્સમાં સ્થાન ધરાવે છે. તાજેતરના અહેવાલમાં મુજબ ઝોપાના આ ફંડિંગ રાઉન્ડમાં IAG સિલ્વરસ્ટ્રાઇપે પણ ભાગ લીધો હતો.

LEAVE A REPLY