(ANI Photo)

ભારતનો યુવા ટેનિસ ખેલાડી યુકી ભામ્બ્રી ગયા સપ્તાહે દુબઈમાં પુરી થયેલી દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં પુરૂષોની ડબલ્સમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપીરિન સાથેની ભાગીદારીમાં ચેમ્પિયન બન્યો હતો.

યુકી અને એલેક્સીએ ડબલ્સની ફાઈનલમાં શનિવારે (1 માર્ચ) ફિનલેન્ડના હેરી હેલીઓવારા અને ઈંગ્લેન્ડ (ગ્રેટ બ્રિટન) ના હેનરી પેટનને 3-6, 7-6 (12) થી હરાવ્યા હતા. યુકીનું આ ચોથું એટીવી ટુર ટાઈટલ છે અને અત્યાર સુધીનો એ સૌથી મોટો વિજય રહ્યો છે.

આ અગાઉ, ક્વાર્ટર ફાઈનલ્સમાં પણ આ બન્નેએ ઈંગ્લેન્ડના જ જુલિયન કેશ તથા લોયડ ગ્લાસપુલની જોડીને 5-7, 7-6થી હરાવી હતી.

LEAVE A REPLY