બ્રિટનની રેલ્વે સીસ્ટમના 200 વર્ષ અને બોલીવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ- દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)ના 30 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેની યુકેમાં સાથે મળીને ઉજવણી કરાશે. વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીના ભાગરૂપે જાહેર કરાયેલ આ સહયોગ રેલવે પ્રવાસના રોમાંસ તરીકે ઓળખાતા “કમ ફોલ ઇન લવ – ધ DDLJ મ્યુઝિકલ” પર કેન્દ્રિત છે. યશરાજ ફિલ્મ્સ (YRF) દ્વારા 29 મેના રોજ માન્ચેસ્ટર ઓપેરા હાઉસ ખાતે તેનું મંચન કરીને તેની ઉજવણીનો પ્રારંભ કરાશે. આ પ્રોડક્શન દ્વારા 1995ની બ્લોકબસ્ટરની ફિલ્મની પુનઃકલ્પના કરવામાં આવી છે, જેમાં શાહરૂખ ખાન અને કાજોલને લંડનના કિંગ્સ ક્રોસ રેલ્વે સ્ટેશન પર જાણીતા રોમેન્ટિક દૃશ્યોમાં દર્શાવવામાં આવ્યા હતા.
સિમરન અંગે અંગ્રેજી ભાષાના સંગીતમય કાર્યક્રમનું દિગ્દર્શન “DDLJ”ના મૂળ દિગ્દર્શક આદિત્ય ચોપરા કરી રહ્યા છે. સિમરન એક બ્રિટિશ ઇન્ડિયન યુવતી છે, જેના ભારતમાં એક બ્રિટિશ પુરુષ સાથે લગ્નનું આયોજન કરવામાં આવે છે અને તે એક અન્ય વ્યક્તિના પ્રેમમાં હોય છે. આ શો ભારતીય સંગીતકારો વિશાલ-શેખર દ્વારા લખાયેલા 18 મૂળ અંગ્રેજી ગીતો સાથે ઇન્ટરનેશનલ સર્જકોને જોડે છે, જ્યારે “મીન ગર્લ્સ” નાં પીઢ લેખિકાર નેલ બેન્જામિનના ગીતો છે. આ પ્રોડક્શનમાં પ્રતિભાશાળીઓને એકત્ર કરવામાં આવ્યા છે, જેમાં “ફ્રોઝન”ના કોરિયોગ્રાફર રોબ એશફોર્ડ, “મૌલિન રૂજ!” ના સ્કેનિક ડિઝાઇનર ડેરેક મેકલેન અને ભારતીય નૃત્યકાર શ્રુતિ મર્ચન્ટનો સમાવેશ થાય છે. જેમાં કાસ્ટિંગ ડેવિડ ગ્રિન્ડ્રોડ દ્વારા કરવામાં આવ્યું છે.
રેલવે 200નાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુઝાન ડોનેલીએ જણાવ્યું હતું કે: “અમે યશ રાજ ફિલ્મ્સ સાથે જોડાણ કરીને અને વિશ્વભરમાં રેલવેના રોમાંસ અને સંબંધની શક્તિની ઉજવણી કરતા ખુશી અનુભવીએ છીએ. રેલવેએ લાંબા સમયથી ફિલ્મકારોને પ્રેરણા આપી છે.”
આ અંગે યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાણીએ જણાવ્યું હતું કે, “રેલ્વેની 200મી એનિર્સરીના ભાગરૂપે અમને રેલવે 200 સાથે જોડાતા ખુશી થાય છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ)ના 30 વર્ષની ઉજવણી કરવા માટે અમે ફિલ્મનું સ્ટેજમાં રૂપાંતર- ‘કમ ફોલ ઇન લવ – ધ DDLJ મ્યુઝિકલ’ યુકેમાં લાવી રહ્યા છીએ.”
આ સંગીતમય મંચન 21 જૂન સુધી રજૂ કરાશે, જેમાં માન્ચેસ્ટર અને લંડન રેલ્વે સ્ટેશનો પર વિવિધ કાર્યક્રમો યોજાશે. “DDLJ” ભારતીય સિનેમામાં સૌથી લાંબા સમય સુધી જોવા મળતી ફિલ્મ છે, જેને 1995માં રિલીઝ થયા પછી મુંબઈમાં સતત દર્શાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY