યુવા અભિનેત્રી યામી ગૌતમની ગત વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’ બોક્સ ઓફિસ પર સફળત થઇ હતી. તેને ઘણા લોકોએ તેને ‘પર્ફોર્મર ઓફ ધ યર’ પણ કહી હતી. આ ફિલ્મ રિલીઝ થયા પછી યામીએ પોતે ગર્ભવતી હોવાના કારમે એક લાંબો બ્રેક લીધો હતો, તેણે પુત્રને જન્મ આપ્યો હતો. યામીએ તેને વેદાવિદ નામ આપ્યું છે. હવે માતા બન્યાં પછી તે ફરીથી ફિલ્મોમાં પદાર્પણ કરવા જઈ રહી છે. યામીની નવી ફિલ્મ 1985ના જાણીતા કોર્ટ કેસ મહોમ્મદ અહેમદ ખાન વિરુદ્ધ શાહ બાનો બેગમ પર આધારીત છે.
આ ફિલ્મમાં યામી ગૌતમ શાહ બાનો બેગમનો લીડ રોલ કરી રહી છે, જેણે બહાદુરીપૂર્વક સુપ્રીમ કોર્ટમાં પોતાના પતિ મહોમ્મદ અહેમદ ખાન વિરુદ્ધ ક્રિમિનિલ પ્રોસીજર કોડની કલમ 125 અંતર્ગત તેને જબરદસ્ત મળેવલા છૂટાછેડા માટે કાયદાકીય લડત લડી હતી. પોતાના કાયદાકીય અધિકારોની સુરક્ષા માટે 62 વર્ષનાં શાહ બાનોની આ ભૂમિકા માટે યામીએ ઘણી મહેનત અને કેસનો અભ્યાસ કર્યા છે.
આ ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ વિશાલ ગુરનાની અને જુહી પારેખ મહેતા દ્વારા સંયુંક્તપણે પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ‘ધ ફેમિલી મેન 2’ માટે જાણીતા સુપર્ણ વર્મા દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવશે. રેશુ નાથે આ ફિલ્મની પટકથા લખી છે. જોકે, આ ફિલ્મના અન્ય કલાકારો અંગે પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત શૂટિંગ ક્યારે શરૂ થશે એ પણ હજુ જાહેર કરાયું નથી. યામી આ સિવાય એક રોમેન્ટિ કોમેડી ફિલ્મ ‘ધૂમ ધામ’માં પ્રતીક ગાંધી સાથે પણ જોવા મળશે.