હરિયાણા વિધાનસભાની યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ જાણીતાં રેસલર વિનેશ ફોગાટને ટિકિટ આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તાજેતરમાં વિનેશ ફોગાટ અને અન્ય રેસલર બજરંગ પુનિયા તાજેતરમાં કોંગ્રસમાં જોડાયા પછી પાર્ટીએ 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. વિનેશ ફોગાટ જુલાના બેઠક પરથી ચૂંટણી લડશે. વર્ષ 2019 જુલાના બેઠક પરથી જેજેપીના નેતા અમરજીત ડાંડાએ 61942 મતો મેળવ્યા હતા, જ્યારે ભાજપને 37749 મત મળ્યા હતા. આમ જેજેપીના ઉમેદવારનો 24193 મતોથી વિજય થયો હતો.

LEAVE A REPLY