વર્લ્ડ બેંકે તાજેતરમાં નવી લૈંગિક વ્યૂહરચના જાહેર કરી છે, જેનો હેતુ મહિલાઓ માટે આર્થિક તકો વધારવાનો, સામાજિક સુરક્ષા અને બ્રોડબેન્ડ અને મૂડી ઉપલબ્ધ કરાવીને વૈશ્વિક અર્થતંત્રમાં તેમની ભાગીદારીને સક્ષમ કરવાનો છે. વોશિંગ્ટનમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકો દરમિયાન જાહેર કરવામાં આવેલ જેન્ડર સ્ટ્રેટેજી 2024-2030 દ્વારા 2030 સુધીમાં 300 મિલિયનથી વધુ મહિલાઓને બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેના દ્વારા જરૂરી સર્વિસીઝ, નાણાકીય સર્વિસીઝ, શિક્ષણ અને નોકરીની તકો ઉપલબ્ધ થઇ શકશે. આ અંગે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બંગાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જ્યારે આપણે મહિલાઓની આર્થિક ભાગીદારી વધારીએ છીએ, ત્યારે તે માત્ર વૈશ્વિક અર્થતંત્રને જ નહીં, પરંતુ પરિવારો અને સમુદાયોને પણ મજબૂત બનાવે છે. આર્થિક સશક્તિકરણ દ્વારા આપણે ગરીબીમાંથી બહાર નીકળવા માટે સીડી બનાવીએ છીએ અને શક્ય હોય ત્યાં સુધી આશા અને ગૌરવ વધારીએ છીએ.”

LEAVE A REPLY