પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતીય રિઝર્વ બેન્કે પહેલી મેથી ATMમાંથી પૈસા ઉપાડવાના ચાર્જને પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ.2 વધારીને રૂ.23 કરવાની બેન્કોને પરવાનગી આપી છે. ગ્રાહકો હાલમાં તેમની પોતાની બેન્કના એટીએમમાં દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંતના ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ લાગુ પડશે. હાલમાં બેંકો ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂર્ણ થયા પછી ગ્રાહકો પાસે પ્રતિ વ્યવહાર રૂ.21નો ચાર્જ વસૂલ કરી શકે છે.

ગ્રાહકો હાલમાં દર મહિને મેટ્રો સેન્ટરોમાં બીજી બેન્કોના એટીએમમાં ત્રણ અને નોન મેટ્રો સેન્ટરોમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન (ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિલય) કરી શકે છે.

RBIએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે આ ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંતના પ્રતિ ટ્રાન્ઝેક્શન દીઠ મહત્તમ રૂ.23 નો ચાર્જ વસૂલવામાં આવી શકે છે. આ 1 મે, 2025 થી અમલમાં આવશે. આ સૂચનાઓ બદલાતા ફેરફારો સાથે કેશ રિસાયક્લર મશીનો (કેશ ડિપોઝિટ ટ્રાન્ઝેક્શન સિવાય)ના ટ્રાન્ઝેક્શન પર લાગુ પણ પણ લાગુ પડશે.

ATM ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ફી માળખા અંગે પણ RBI દ્વારા સૂચનાઓ જારી કરી છે. એટીએમ ઇન્ટરચેન્જ ફી એટીએમ નેટવર્ક દ્વારા નક્કી કરવામાં આવશે. હાલમાં તમામ સેન્ટરોમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન ઇન્ટરચેન્જ ફી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ.17 અને નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ.6 છે.

LEAVE A REPLY