યુ.એસ.માં કોલંબસ હાઇડ્રોલિકનું ઉત્પાદન એકમ (PTI Photo)
બેંગલુરુ સ્થિત વિપ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગની પેટાકંપની વિપ્રો હાઇડ્રોલિક્સ ગુરુવારે નોર્થ અમેરિકાના બજારમાં તેની હાજરીને મજબૂત કરવા માટે યુએસ સ્થિત કોલંબસ હાઇડ્રોલિક્સને હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. જોકે કંપનીએ આ સોદાનું મૂલ્ય જાહેર કર્યું ન હતું. નેબ્રાસ્કામાં હેડક્વાર્ટર ધરાવતી કોલંબસ 150 કુશળ કર્મચારીઓ અને 1,20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો અત્યાધુનિક પ્લાન્ટ ધરાવે છે.
વિપ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના હાઇડ્રોલિક્સ સિલિન્ડર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ વિપ્રો હાઇડ્રોલિક્સે કોલંબસ હાઇડ્રોલિક્સમાં 100 હિસ્સો હસ્તગત કર્યો છે. આ સંપાદન પછી, કોલંબસ હાઇડ્રોલિક્સ વિપ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની જશે.
વિપ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગના સીઇઓ અને વિપ્રો એન્ટરપ્રાઈઝના મેનેજિંગ ડિરેક્ટરે પ્રતિક કુમારે જણાવ્યું હતું કે, “આ એક્વિઝિશન અમારી સ્થિતિને મજબૂત બનાવે છે અને ઉત્તર અમેરિકામાં અમારી ઉત્પાદન ક્ષમતાઓને વધારે છે. અમારા કસ્ટમાઈઝ્ડ હાઈડ્રોલિક સોલ્યુશન્સમાં કોલંબસ હાઈડ્રોલિક્સની કુશળતાનો ઉપયોગ કરીને અમે અમારા ગ્રાહકોને સર્વગાહી પ્રોડક્ટ્સ ઓફર કરવા માગીએ છીએ.
વિપ્રો હાઇડ્રોલિક્સના પ્રેસિડેન્ટ સીતારામ ગણેશને જણાવ્યું હતું કે ઉત્તર અમેરિકામાં વૃદ્ધિને વેગ આપવા માટે મેલહોટ ઇન્ડસ્ટ્રીઝના તાજેતરના ટેકઓવરને પગલે આ સંપાદન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY