London cityscape with Houses of Parliament and Big Ben tower at sunset, UK

વિન્ટર ફ્યુઅલ ભથ્થાને રદ કરવા માટે પાર્લામેન્ટમાં તા. 10ના રોજ કરાયેલા મતદાનમાં લેબર સાસંદોએ વિદ્રોહ કર્યો હોવા છતાં વડા પ્રધાન કેર સ્ટાર્મરનો વિજય થયો છે. જો કે સાંસદોએ ચેતવણી આપી છે કે પેન્શનરોને વિન્ટર ફ્યુઅલમાં રાહત નહિં મળવાથી તેમણે આખો દિવસ ઘરમાં ઠંડી સહન કરવાના બદલે બસમાં સવારી કરી ગરમ રહેવાની ફરજ પડશે.

શિયાળામાં લોકો ગરમ રહી શકે તે માટે અપાતી ચૂકવણીને રદ કરવા માટે બપોર સુધીમાં 348 સાંસદોએ સરકારને સમર્થન આપ્યું હતું, જ્યારે 228 સાંસદોએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. લગભગ 50 લેબર સભ્યો મતદાનથી દૂર રહ્યા હતા. માત્ર એક લેબર સાંસદ, જોન ટ્રિકેટે વિપક્ષની તરફેણમાં મતદાન કર્યું હતું. સરકારની બહુમતી તેની સૈદ્ધાંતિક સંખ્યા 167થી ઘટીને 120 થઈ ગઈ હતી.

લેબર પાર્ટીમાંથી તાજેતરમાં સસ્પેન્ડ કરાયેલા પાંચ ઇન્ડિપેન્ડન્ટ સાંસદો જોન મેકડોનેલ, અપ્સાના બેગમ, રિચર્ડ બર્ગન, ઇયાન બાયર્ન અને ઝરા સુલતાનાએ પણ ટોરીઝને સમર્થન આપ્યું હતું. કેબિનેટ સેક્રેટરી હિલેરી બેન અને પીઢ લેબર સાંસદ ડિયાન એબોટ સહિત કુલ 53 લેબર સાંસદોએ આજના પ્રસ્તાવમાં મત આપ્યો ન હતો. લેબરમાંથી સસ્પેન્ડ કરાયેલા અન્ય બે સાંસદો ઈમરાન હુસૈન અને રેબેકા લોંગ બેઈલીએ પણ મત આપ્યો ન હતો.

વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે હાઉસ ઓફ કોમન્સમાં સરકાર તેની યોજનાઓ સામેના પડકારમાંથી બચી ગયા પછી શિય ળાના બળતણ ભથ્થામાં કાપ મૂકવાની તેમની નીતિ પરની પ્રગતિનું સ્વાગત કર્યું છે. તેમના પ્રવક્તાએ કહ્યું હતું કે “વડા પ્રધાન આ નીતિના મહત્વ વિશે સ્પષ્ટ છે. એકાઉન્ટ્સને સંતુલિત કરવા અને £22 બિલિયનના બ્લેક હોલને સંબોધિત કરવાના અમારા પ્રયાસોના ભાગ રૂપે તે જરૂરી છે.”

વિપક્ષી સાંસદો મોટાભાગના પેન્શનરો માટે શિયાળાના ઈંધણની ચૂકવણીમાં કાપ મૂકવાની સરકારી યોજનાઓને અવર ધવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ અગાઉ વડા પ્રધાન કેર સ્ટાર્મરે TUC કોન્ફરન્સમાં કહ્યું હતું કે લોકોના પૈસા સાથે “અમે અવિચારી રહીશું નહીં પણ લેબરને £22 બિલિયનનું બ્લેક હોલ વારસામાં મળ્યું છે.’’

કેર સ્ટાર્મર અને ચાન્સેલર રશેલ રીવ્સ શિયાળાના ઇંધણ ભથ્થાના £300 સુધીના નુકસાનને સરભર કરવા માટે વધારાની સંભાવનાને ચકાસી રહ્યા છે.

10 મિલિયન પેન્શનરો પાસેથી લાભ છીનવી લેવાના નિર્ણયની નિંદા કરવા માટે ટોરી સાસંદોએ પાર્લામેન્ટમાં લાઇન લગાવી હતી. ભૂતપૂર્વ મિનિસ્ટર એસ્થર મેકવેએ દાવો કર્યો હતો કે લેબરે ‘પેન્શનરો સામે યુદ્ધ જાહેર કર્યું છે. લાખો પેન્શનરોનું શિયાળાનું બળતણ ભથ્થુ છીનવી લેવાના આ નિર્ણય માટે સરકાર પાસે કોઈ આદેશ નથી.’

LEAVE A REPLY