(Photo by Patrick Smith/Getty Images)

વિમ્બલ્ડન મેન્સ ડબલ્સ મેચમાં ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેને બુધવારે રોબિન હાસ અને સેન્ડર એરેન્ડ્સને સરળતાથી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

બોપન્ના અને એબ્ડેને વરસાદના વિધ્નો સાથેની મેચમાં તેમના ડચ પ્રતિસ્પર્ધીઓને એક કલાક અને 11 મિનિટમાં 7-5, 6-4થી હરાવ્યા હતાં. ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન રહેલી આ બીજા ક્રમાંકિત જોડી હવે બીજા રાઉન્ડમાં જર્મનીના હેન્ડ્રિક જેબેન્સ અને કોન્સ્ટેન્ટિન ફ્રેન્ટઝેન સામે ટકરાશે.

આ ઈન્ડો-ઓસ્ટ્રેલિયન જોડી ગયા વર્ષે સિઝનના ત્રીજા ગ્રાન્ડ સ્લેમની સેમિફાઈનલમાં પહોંચી હતી. આ પહેલા બુધવારે ભારતના સુમિત નાગલ અને તેના સર્બિયન જોડીદાર ડુસાન લાજોવિકને સ્પેનિયાર્ડ્સ પેડ્રો માર્ટિનેઝ અને જૌમ મુનારે પ્રથમ રાઉન્ડમાં બહાર ફેંકી દીધા હતાં. માર્ટિનેઝ અને મુનારે એક કલાક અને સાત મિનિટમાં 6-2, 6-2થી જીત મેળવી હતી.

મેન્સ ડબલના પ્રથમ રાઉન્ડમાં એન શ્રીરામ બાલાજી અને યુકી ભામ્બરી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બાલાજી બ્રિટનના લ્યુક જોન્સન સાથે જોડી બનાવશે અને ચોથા ક્રમાંકિત ખેલાડીનો સર્બિયાના મેટ પેવિક અને અલ સાલ્વાડોરના માર્સેલો અરેવાલોનો સામનો કરશે.

LEAVE A REPLY