(ANI Photo/Sansad TV)
કોલકતામાં મહિલા ડોક્ટર પર રેપ અને મર્ડર તથા મહારાષ્ટ્રના બદલાપુરમાં બે બાળકીના જાતિય શોષણ પછી દેશભરમાં આક્રોશ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકાર મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે કડક સજાની જોગવાઈ માટે કાયદાને મજબૂત બનાવી રહી છે. મહિલાઓ સામેના ગુનાઓ અક્ષમ્ય પાપ છે અને દોષિત કોઇ પણ હોય તેનો છોડવો જોઇએ નહીં અને મહિલાઓની સુરક્ષા પ્રાથમિકતા હોવી જોઈએ.
મહારાષ્ટ્રના જલગાંવમાં ‘લખપતિ દીદી સંમેલન’માં બોલતા મોદીએ કહ્યું હતું કે માતાઓ, બહેનો અને દીકરીઓની સુરક્ષા દેશની પ્રાથમિકતા છે. મેં લાલ કિલ્લા પરથી વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે. દેશનું કોઈ પણ રાજ્ય હોય, હું મારી બહેનો અને દીકરીઓની પીડા અને ગુસ્સાને સમજું છું. તેઓ દરેક રાજકીય પક્ષો અને રાજ્ય સરકારોને કહેવા માગે છે કે મહિલાઓ વિરુદ્ધ ગુના એ અક્ષમ્ય પાપ છે. જે પણ દોષિત છે તેને બક્ષવા જોઇએ નહીં. મહિલાઓ વિરુદ્ધ ગુનાના ગુનેગારોને મદદ કરનારાઓને પણ છોડવા જોઇએ નહીં. હોસ્પિટલ હોય, શાળા હોય, સરકાર હોય કે પોલીસ સ્ટેશન હોય, ગમે તે સ્તરે બેદરકારી થાય તો દરેકને જવાબદાર ઠેરવવા જોઈએ.સરકારો આવશે અને જશે, પરંતુ મહિલાઓના જીવન અને સન્માનનું રક્ષણ કરવું તે સમાજ અને સરકાર બંનેની મોટી જવાબદારી છે.આ સંદેશ ઉપરથી નીચે સુધી જવો જોઈએ.

LEAVE A REPLY