(PTI Photo)

“ભૂલ ભુલૈયા 2″માં અભિનય કરવાની ઓફર કેમ ન નકારી કાઢી હતી તેનો ખુલાસો કરતાં અભિનેત્રી વિદ્યા બાલને જણાવ્યું હતું કે તેને ડર હતો કે તે ઓરિજિનલ ફિલ્મ જેવો અભિયન નહીં કરી શકે તો અગાઉના અભિયન પર પાણી ફરી વળશે.

વિદ્યા બાલને પ્રિયદર્શનની 2007ની હિટ ફિલ્મ “ભૂલ ભુલૈયા”માં અક્ષય કુમાર સાથે અવની/મંજુલિકાની ભૂમિકા ભજવી હતી. પંદર વર્ષ પછી તેની સિક્વલ “ભૂલ ભુલૈયા 2” રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બની હતી.
વિદ્યા બાલને જણાવ્યું હતું કે “હું ખૂબ ડરી ગઈ હતી કારણ કે ‘ભૂલ ભુલૈયા’એ મને ઘણું બધું આપ્યું છે. તેથી મેં કહ્યું, જો મેં કંઇક ખોટું કર્યું, તો બધું વ્યર્થ જશે (સબ પર પાની ફિર જાયેગા). મેં અનીસ જીને કહ્યું કે ‘હું આ જોખમ લઈ શકતી નથી. પરંતુ જ્યારે તેઓ થર્ડ સિક્વલ માટે મારી પાસે પાછા આવ્યા, ત્યારે મને સ્ક્રિપ્ટ ગમી હતી. હું અનીસ ભાઈ અને ભૂષણ સાથે આ પર કામ કરવા માટે તલપાપડ બની હતી. પહેલી નવેમ્બરના “ભૂલ ભુલૈયા 3” રીલીઝ થઈ રહી છે.

ફિલ્મના આઈકોનિક ગીત “આમી જો તોમર”ના નવા વર્ઝનને રીલીઝ કરતી વખતે એક કાર્યક્રમમાં વિદ્યાથીએ આ ખુલાસો કર્યો હતો. આ કાર્યક્રમમાં કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત પણ હાજર હતા. ઇવેન્ટમાં બાલન અને દીક્ષિતે સંપૂર્ણ સુમેળમાં ગીત રજૂ કર્યું હતું. એક સમયે, બાલન લપસી પડી હતી, પરંતુ પરિસ્થિતિને સંભાળી લીધી હતી. બાલને કહ્યું કે માધુરી દિક્ષિત જેવા દિગ્ગજની સાથે નૃત્ય કરવું કોઈ સરળ કામ નથી.ટી-સિરીઝ દ્વારા નિર્મિત, “ભૂલ ભુલૈયા 3” માં તૃપ્તિ ડિમરી, રાજપાલ યાદવ, સંજય મિશ્રા અને વિજય રાઝ પણ છે.

LEAVE A REPLY