ANI_20231102044

બોલીવૂડમાં અત્યારે જેના છૂટાછેડાની ચર્ચા થઇ રહી છે તે ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે સ્ટ્રીટ હેરેસમેન્ટ અને તેનો સામનો કઈ રીતે કરવો તે અંગે વાત કરી હતી. એક કોસ્મેટિક બ્રાન્ડના કેમ્પેઇનના ભાગરૂપે તેણે આ વીડિયો પોસ્ટ કર્યો હતો, ઐશ્વર્યા તે કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે.

આ વીડિયોમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, “ગલીઓમાં થતી સતામણીનો સામનો કઈ રીતે કરશો? તેમની સામે નજર મિલાવવાનું ટાળશો? ના. સમસ્યાની આંખમાં આંખ મિલાવીને જુઓ. તમારું માથું તો ઊંચું જ રાખો. સ્ત્રીઓનું અને સ્ત્રીવાદી. મારું શરીર, મારું મૂલ્ય. તમારા મૂલ્ય સાથે ક્યારેય સમાધાન કરશો નહીં. તમારી જાત પર ક્યારેય શંકા રાખશો નહીં. તમારા મૂલ્ય માટે ઊભા થાવ. તમારા કપડાં કે લિપસ્ટિકને દોષિત ઠેરવશો નહીં. રસ્તા પર થતી સતામણીમાં તમારો ક્યારેય કોઈ વાંક હોતો નથી.”

ઐશ્વર્યાએ આ વીડિયો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, “ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ વાયોલન્સ અગેઇન્સ્ટ વીમેન નિમિત્તે લોરિયલ પેરિસ નારસ્તાઓ પર થતી સતામણી વિરુધ્ધની તાલીમ માટે સાથ આપશે. આપણા બધાનું મૂલ્ય છે.”

આ પોસ્ટ પર ઐશ્વર્યાના ઘણા ચાહકો દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. તેમણે ઐશ્વર્યાને પ્રેરણાત્મક અને મજબૂત મહિલા ગણાવી હતી, તો કોઈએ તેને બ્યૂટી વિથ બ્રેઇન કહી હતી. તો કોઈએ આ બાબતને ગૌરવ અનુભવવા લાયક ગણાવી હતી, કે કોઈ સેલેબ્રિટીએ સામાન્ય લોકોને સતાવતી અને સમાજ તેમજ મહિલાઓ માટે ઉપયોગી ઝુંબેશમાં ભાગ લીધો છે. તો કોઈએ તેણે છૂટાછેડાની અફવાઓ વચ્ચે પોતાની જાત માટે ઊભા થવાની અને પોતાના મૂલ્યોના ભોગે કોઈ સમાધાન ન કરવાની વાત કરીને તેની પ્રશંસા કરી હતી.

જો ઐશ્વર્યાના કામની વાત કરવામાં આવે તેણે છેલ્લે પોન્નિયન સેલ્વનમાં કામ કર્યું હતું, હવે તેની આગામી ફિલ્મ અંગે કોઈ જાહેરાત થાય તેની ફૅન્સ રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY