Cold in Uttarakhand breaks 30-year record, Pahalgam temperature -7.4 degrees
. (ANI Photo)

ઠંડું તાપમાન યુકેમાં ફરી હિટ થવાની ધારણા સાથે મેટ ઑફિસે ઈંગ્લેન્ડના ભાગો, સાઉથ-ઇસ્ટ સ્કોટલેન્ડ, નોર્થ-સેન્ટ્રલ વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડને આવરી લેતી સ્નો અને આઇસ માટે નવી યલો હવામાન ચેતવણીઓ જારી કરી છે.

આગામી દિવસોમાં તાપમાન દિવસના મધ્ય ભાગમાં નવેમ્બરની સરેરાશ કરતા ઘણું નીચું રહેશે અને રાત્રિ સુધીમાં તે ઠંડાથી પણ નીચે પહોંચવાની ધારણા છે. શુક્રવારે લંડનમાં -2C, બર્મિંગહામમાં -4C અને વધુ ઉત્તરમાં -7C સુધી જવાની આગાહી કરવામાં આવી છે. લંડન માટે નવેમ્બરનું સરેરાશ તાપમાન દિવસ દરમિયાન 11C અને રાત્રે 5C  રહેશે.

કેટલાક વિસ્તારોમાં રાતોરાત મોસમની પ્રથમ બરફવર્ષા પછી ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં કુલ 200થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી હતી. કેટલાક રેલ ઓપરેટરોએ સેવાઓમાં વિલંબ અને રદ થયાની જાણ કરી છે જ્યારે વાહનચાલકોને સલાહ આપવામાં આવે છે કે બર્ફીલી સ્થિતિ જોખમી ડ્રાઇવિંગની સ્થિતિ લાવી શકે છે

મંગળવારે સાંજે 5 વાગ્યાથી જારી કરવામાં આવેલી ચેતવણી બુધવારે સવારે 10:00 સુધી રહેશે. યલો ચેતવણીનો અર્થ છે કે હવામાનને કારણે મુસાફરીમાં કેટલાક નીચા સ્તરના વિક્ષેપ રહેશે અને બર્ફીલી જમીન પર લપસવાનો અને પડવાનો ભય રહે તેવી શક્યતા છે.

RAC પ્રવક્તા એલિસ સિમ્પસને કહ્યું હતું કે “દરેક વ્યક્તિએ મુસાફરી માટે પોતાની કારમાં એક ધાબળો, ગરમ વોટરપ્રૂફ કોટ અને મોજા, મજબૂત ફૂટવેર અને ચાર્જિંગ કેબલ અને મોબાઈલ પાવર બેંક રાખવી જરૂરી છે.”

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ ઇસ્ટ ઈંગ્લેન્ડ, ઈસ્ટ મિડલેન્ડ્સ, વેસ્ટ મિડલેન્ડ્સ, નોર્થ ઈસ્ટ, નોર્થ વેસ્ટ અને યોર્કશાયર અને હમ્બર માટે એમ્બર કોલ્ડ વેધર હેલ્થ એલર્ટ જારી કર્યું છે. જેનો અર્થ એ છે કે સંવેદનશીલ લોકો, ખાસ કરીને બીમાર અને વૃદ્ધ હોય તે લોકો માટે જોખમ વધારે છે, હવામાનની ચેતવણી સમગ્ર આરોગ્ય સેવા પર અસર કરી શકે છે. આવા સંજોગોમાં નબળા મિત્રો, કુટુંબીજનો અને પડોશીઓની તપાસ કરવી મહત્વપૂર્ણ છે.

LEAVE A REPLY