દુનિયામાં ધનિકો અને ગરીબો વચ્ચેની અસમાનતાના વરસા સ્વરૂપની ચેતવણી આપતા ઓક્સફામે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી ધનિક એક ટકા લોકોની સંપત્તિમાં છેલ્લાં દસ વર્ષમાં 42 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. ધનિકો વધુને વધુ ધનિક બની રહ્યા હોવા છતાં તેમના પરનો ટેક્સ ઘટીને ઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યો છે.
ઓક્સફામે જણાવ્યું હતું કે $42 ટ્રિલિયનનો આંકડો વિશ્વની અડધી ગરીબ વસ્તીએ એકત્રિત કરેલી  સંપત્તિના લગભગ 36 ગણો વધુ છે. સમગ્ર વિશ્વમાં અબજોપતિઓ તેમની સંપત્તિના માત્ર 0.5 ટકાથી ઓછો ટેક્સ ચૂકવી રહ્યાં છે. વિશ્વના પાંચમાંથી ચાર અબજોપતિઓ જી20 રાષ્ટ્રને પોતાનું ઘર ગણાવે છે.
બ્રાઝિલમાં G20 સમિટ પહેલા ઓક્સફામે આ ટીપ્પણી કરી છે. બ્રાઝિલે જી-20ની તેની અધ્યક્ષમતામાં અતિ સમૃદ્ધ લોકો પર ટેક્સ લગાવવા પર આંતરરાષ્ટ્રીય સહયોગને તેની પ્રાથમિકતા બનાવી છે. રિયો ડી જાનેરોમાં આ અઠવાડિયે યોજાનારી સમિટમાં G20 નાણા પ્રધાનો અતિ શ્રીમંત પર ટેક્સ લાદવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. નાણાપ્રધાનો અબજોપતિઓ ટેક્સ સિસ્ટમમાંથી છટણી ન શકે તેની પ્રક્રિયા પર પણ ધ્યાન કેન્દ્રીત કરશે. એએફપીના જણાવ્યા અનુસાર આ સમીટમાં અબજોપતિઓ અને બીજા ઊંચી આવક ધરાવતા લોકો પર ટેક્સની સિસ્ટમ નિર્ધારિત કરવાની વિચારણા થશે. આ દરખાસ્તની અંગે ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કોલંબિયા અને આફ્રિકન યુનિયનની તરફેણ કરે છે, જોકે અમેરિકા તેની વિરુદ્ધમાં છે.
ઓક્સફામ આ દરખાસ્તને G20 સરકારો માટે વાસ્તવિક લિટમસ ટેસ્ટ” ગણાવે છે. આ NGOએ  અતિ શ્રીમંતોની “અત્યંત સંપત્તિ” પર ઓછામાં ઓછા આઠ ટકાનો વાર્ષિક નેટ વેલ્થ ટેક્સ લાગુ કરવાની જી-20 દેશોને  વિનંતી કરી હતી.

LEAVE A REPLY