FILE PHOTO- Supreme Court of India

વિવિધ રાજ્ય સરકારોની ડિમોલિશન કાર્યવાહી અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે તે મિલકતોને તોડી પાડવા અંગે સમગ્ર દેશ માટે ગાઇડલાઇન નિર્ધારિત કરશે. રસ્તાની વચ્ચે કોઈ પણ ધાર્મિક માળખું, પછી તે દરગાહ હોય કે મંદિર હોય, તેને દૂર કરવું પડશે, કારણ કે કે જાહેર હિત સર્વોપરી છે. સર્વોચ્ચ અદાલતે તેનો 17 સપ્ટેમ્બરનો આદેશ તે આ બાબતે નિર્ણય ન કરે ત્યાં સુધી અમલી રહેશે.

17 સપ્ટેમ્બરે કોર્ટે તેની પરવાનગી વગર પહેલી ઓક્ટોબર સુધી મિલકતોનું ડિમોલિશન ન કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલાની મંગળવારે સુનાવણી કરતાં કોર્ટે અવલોકન કર્યું હતું કે માત્ર કોઈ વ્યક્તિ આરોપી અથવા તો દોષિત હોવાને કારણે તેની મિલકતને તોડી પાડી શકાય નહીં. આપણે એક બિનસાંપ્રદાયિક દેશ છીએ. અમે તમામ નાગરિકો માટે, તમામ સંસ્થાઓ માટે ગાઇડલાઇન બનાવી રહ્યાં છે, તે કોઈ ચોક્કસ સમુદાય માટે નહીં હોય. કોઈ ચોક્કસ ધર્મ માટે અલગ કાયદો હોઈ શકે નહીં. પહેલા દિવસે અમે સ્પષ્ટ કર્યું હતું કે જો રસ્તાની વચ્ચે કોઈ ધાર્મિક માળખું હોય, પછી તે ‘દરગાહ’ અથવા કોઈ મંદિર હોય, તો તેને જવું પડશે કારણ કે જાહેર સલામતી અને જાહેરહિત સર્વોપરી છે.

જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતાં કરી હતી કે તે જાહેર સ્થળો, રસ્તાઓ, ફૂટપાથ, સરકારી જમીનો, જંગલો, જળાશયો અને અન્ય જગ્યાઓ પર કોઈપણ અતિક્રમણને રક્ષણ આપશે નહીં. અમે ગાઇડલાઇન બનાવતી વખતે ધ્યાનમાં રાખીશું કે કોઇ પણ અતિક્રમણ કરનારા વ્યક્તિને મદદ ન મળે. મિલકતો તોડી પાડવા માટેની નોટિસ માલિકોને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે અને તેને ઓનલાઈન પોર્ટલ પર પણ દર્શાવવી જોઈએ જેથી ડિજિટલ રેકોર્ડ બની શકે.

LEAVE A REPLY