(ANI Photo)

હરિયાણાના બાદશાહપુર ખાતે ચૂંટણી સભા સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે વિપક્ષને વક્ફ બોર્ડના વર્તમાન કાયદામાં સમસ્યા છે. અમે સંસદના શિયાળુ સત્રમાં તેમાં સુધારો કરીશું. કેટલાંક વિપક્ષી નેતાઓએ ગયા મહિને આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રના વકફ બિલનો હેતુ સમાજમાં ભાગલા પાડવાનો છે અને કહ્યું કે તેઓ તેનો સખત વિરોધ કરશે.
વિપક્ષના વિરોધને પગલે સરકારે આ બિલની વિચારણા કરતાં માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી છે અને આ સમિતિ સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરી રહી છે. આ બિલમાં મુસ્લિમોના વક્ફ બોર્ડની સત્તામાં કાપ મૂકવા સહિતની કેટલીક જોગવાઈઓ કરાઈ છે.

LEAVE A REPLY