નેવાડાના રેનો સ્થિત હિંદુ કાર્યકર્તાના વિરોધ પછી Walmart.comએ હિંદુ ભગવાન ગણેશજીને દર્શાવતા અન્ડરવેરનું વેચાણ બંધ કર્યું હતું. રાજન ઝેદે બુધવારે વોલમાર્ટનો સંપર્ક કર્યો હતો અને હિન્દુ ધર્મના દેવતાનું અપમાન કરતાં અન્ડરવેર વેબસાઈટ પરથી દૂર કરવાની માગણી કરી હતી. ઝેદના ઈ-મેલના 24 કલાકમાં ગણેશજીની છબી દર્શાવતા અન્ડરવેર દૂર કરાયાં હતાં. જોકે શુક્રવારની બપોર સુધીમાં તેમને વોલમાર્ટ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

આ વેબસાઇટમાં બોક્સર, બ્રિફ્સ, પેન્ટીઝ અને થોંગ્સ જેવી ઓછામાં ઓછી 74 આવી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હતી. ઝેદે જણાવ્યું હતું કે કોઈપણ ધાર્મિક પ્રતિકનો દુરુપયોગ કરવો જોઇએ નહીં. ભગવાન ગણેશજીની છબી હિંદુ ધર્મમાં ખૂબ જ આદરણીય છે અને ગણેશજીની મંદિરો તથા ઘરના ધર્મસ્થાનોમાં પૂજા થાય છે. કોઈના ક્રોચ શણગારવા અથવા અન્ડરવેરને ‘સેક્સી’ દેખાડવા માટે તેનો ઉપયોગ ન કરવો જોઇએ.

ઝેદે અર્કાન્સાસ સ્થિત આ અગ્રણી રિટેલ કંપનીને તેના વરિષ્ઠ અધિકારીઓને ભવિષ્યમાં સમાન સમસ્યાઓ ટાળવા માટે ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાની તાલીમ માટે મોકલવાનો અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY