ટીમવર્ક આર્ટ્સ દ્વારા કામિની અને વિંડી બંગા ફાઉન્ડેશન પ્રસ્તુત વોઇસીસ ઓફ ફેઇથ કાર્યક્રમનું આયોજન લંડનના બાર્બિકન સેન્ટરમાં 28 થી 30 માર્ચ, 2025 દરમિયાન કરવામાં આવ્યું છે.
શ્રદ્ધાની શક્તિઓ લાવતો આ અગ્રણી ઉત્સવ પ્રતિષ્ઠિત સ્થળને ગતિશીલ અને આંતર-સાંસ્કૃતિક જગ્યામાં પરિવર્તિત કરશે, જે વિશ્વભરની શ્રદ્ધાની શાંતિ અને બૌદ્ધિક પરંપરાઓની ઉજવણી કરશે. ટીમવર્ક આર્ટ્સ પ્રતિષ્ઠિત વાર્ષિક જયપુર લીટરેચર ફેસ્ટીવલ અને બ્રિટિશ લાઇબ્રેરી ખાતેના JLF લંડનના નિર્માતા છે, જેમના છેલ્લા દાયકામાં 600થી વધુ સેશન યોજાયા છે.
આ ઉત્સવનો ઉદ્દેશ્ય પરંપરાગત શાણપણ અને શ્રદ્ધાની સૂક્ષ્મતાને શોધવાનો છે. વોઈસીસ ઓફ ફેઈથની પ્રથમ આવૃત્તિમાં રેઝા અસલાન, પુરુષોત્તમ અગ્રવાલ, લિન્ડા હેસ, પવન કે વર્મા, નવતેજ સરના, એન્ડ્રુ ક્વિન્ટમેન, જેસિકા જેકલી, બાર્નાબી રોજર્સન, શૌનક ઋષિ દાસ, આનંદ જ્યોર્જ વક્તવ્ય આપશે. મહોત્સવમાં સંગીતકારો અમૃત કૌર, ડૉ. એલ. સુબ્રમણ્યમ, સ્વરંશ મિશ્રા, સૌમિક દત્તા સંગીત આપશે.
કામિની અને વિંડી બંગા ફેમિલી ટ્રસ્ટના અધ્યક્ષ, આંતરધાર્મિક પ્રવચનના પેટ્રન કામિની બંગાએ જણાવ્યું હતું કે, “વોઈસીસ ઓફ ફેઈથ પર ટીમવર્ક આર્ટ્સ સાથેના અમારા સહયોગ દ્વારા, અમે ધર્મોમાં સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ, આધ્યાત્મિક પરંપરાઓ અને શ્રદ્ધાની દાર્શનિક ઊંડાણનું અન્વેષણ કર્યું છે. આ ઉત્સવ વાર્તાલાપોને વિસ્તૃત કરે છે, પ્રતિષ્ઠિત અવાજોને એકસાથે લાવે છે જે આપણને બધાને એક કરે છે તે શાશ્વત શાણપણને સમજવામાં મદદ કરે છે.”
વધુ માહિતી માટે જુઓ: www.thevoicesoffaith.com
