બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોને ઈન્ડસ ટાવર્સમાં તેનો સંપૂર્ણ હિસ્સો રૂ.2,800 કરોડમાં વેચી દીધો છે. વોડાફોને ઇન્ડસ ટાવર્સમાં ટકા હિસ્સો વેચ્યો છે અને બાકી લેણાંની ચુકવણી માટે 890 કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો છે.
કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં શુક્રવારે જણાવ્યું હતું કે કંપનીએ 5 ડિસેમ્બર 2024ના રોજ બુક બિલ્ડિંગ ઓફરિંગ મારફત ઇન્ડસ પાવરના 79.2 મિલિયન શેર વેચ્યાં હતાં.
કંપનીએ તેની પરોક્ષ સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ ઓમેગા ટેલિકોમ હોલ્ડિંગ્સ અને ઉષા માર્ટિન ટેલિમેટિક્સ દ્વારા 3 ટકા હિસ્સો ધરાવતી હતી. આ હિસ્સાના વેચાણથી થયેલી બાકીની રકમ રૂ.19.1 અબજ (225 બિલિયન ડોલર)નો ઉપયોગ વોડાફોન આઇડિયાના 1.7 અબજ ઇક્વિટી શેર ખરીદવા માટે કર્યો હતો. તેનાથી વોડાફોન આઇડિયામાં તેનો હિસ્સો વધીને 24.39 ટકા થયો છે.