પટનામાં GST ઑફિસે દેવાથી ડૂબેલી વોડાફોન આઈડિયાને રૂ.1.51 કરોડના દંડની સાથે રૂ.15.19 કરોડનો ટેક્સ ચૂકવવાનો બુધવારે આદેશ આપ્યો હતો. FY20 અને FY21માં કંપનીએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લીધો હતો અને પરંતુ તે તેના માટે પાત્ર ન હતી. જોકે કંપનીએ જણાવ્યું હતું કે તે ઓર્ડર સાથે સંમત નથી અને યોગ્ય કાનૂની પગલાં લેશે.
કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે પટનામાં CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ માટેના જોઇન્ટ કમિશનરે “સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017 હેઠળ એક ઓર્ડર પસાર કર્યો હતો, જેમાં 15,19,20,351 રૂપિયાની પેનલ્ટી સાથે 1,51,92,035 રૂપિયા અને લાગુ પડતા વ્યાજની માંગની માગણી કરાઈ છે. કંપનીને 28 ઓગસ્ટે આ આદેશ મળ્યો હતો.