પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટનની પ્રીમિયર એરલાઈન વર્જિન એટલાન્ટિકે 27 ઓક્ટોબરથી લંડન હીથ્રોથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી તેની બીજી ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ કરી છે.

વર્જિન એટલાન્ટિકે 29 ઓક્ટોબરે જણાવ્યું હતું કે નવી સેવા વર્જિન એટલાન્ટિકના એરબસ A350-1000 એરક્રાફ્ટ દ્વારા સંચાલિત હશે. તેમાં અપર, પ્રીમિયમ અને ઇકોનોમી એમ ત્રણ કેબિન ક્લાસ કન્ફિગરેશન હશે. નવી ફ્લાઇટ્સ વર્જિન એટલાન્ટિકની પાંચમી દૈનિક ફ્લાઇટ છે. આની સાથે એરલાઈને આ બે મોટા શહેરો વચ્ચે પ્રીમિયમ મુસાફરીની વધતી માંગને પહોંચી વળવા લંડન-મુંબઈ રૂટ પર ક્ષમતા બમણી કરી છે.

વર્જિન એટલાન્ટિકના કન્ટ્રી મેનેજર શિવાની સિંહ દેવે જણાવ્યું હતું કે “ભારત તેની ગતિશીલ અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને કારણે અમારા માટે એક જબરદસ્ત તક રજૂ કરે છે. વર્જિન એટલાન્ટિક માટે મુંબઈ એક આવશ્યક બજાર છે અને આ રૂટ પર પ્રીમિયમ મુસાફરીની મોટી જોવા મળી છે.

LEAVE A REPLY