ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ફરીથી સૌથી શક્તિશાળી સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે સ્થાપિત થયો છે. એક સર્વે મુજબ વર્ષ 2023માં તેની બ્રાન્ડ વેલ્યુ અંદાજે 228 મિલિયન ડૉલર હતી, જ્યારે બોલીવૂડના અભિનેતા શાહરૂખ ખાન આ મુદ્દે તેનાથી પાછળ છે. જોકે, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના ક્ષેત્રમાં ક્રિકેટરો ભલે આગળ હોય, પરંતુ ગત વર્ષમાં ફિલ્મી અભિનેતાઓનો દબદબો જોવા મળ્યો હતો. ક્રોલના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન સ્ટડી મુજબ, વિરાટની સામે શાહરુખ ખાનની બ્રાન્ડ વેલ્યુ 120.7 મિલિયન ડોલરે પહોંચી ગઈ છે, જેના કારણે તે 2022માં 10મા ક્રમેથી સીધો 2023માં ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો.
ક્રોલ MD (વેલ્યુએશન એડવાઇઝરી સર્વિસીસ) અવિરલ જૈને મીડિયાને જણાવ્યા મુજબ, ગત વર્ષ વિરાટ, શાહરૂખ અને બોલીવૂડ માટે મહત્ત્વનું હતું. આ વર્ષે દેશમાં સેલિબ્રિટી બિઝનેસમાં વધારો થયો છે. અત્યારે ઘણા કલાકારો માત્ર ફિલ્મી પડદા પૂરતા મર્યાદિત નથી રહી ગયા. હવે તે બિઝનેસમાં પણ પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે, જેને ‘સેલિબ્રિટી એન્ટરપ્રિન્યોરશિપ’ કહેવામાં આવે છે. કેટલાક કલાકારો પોતાની ખુદની બ્રાન્ડ લોન્ચ કરી રહ્યા છે અને કેટલાક સ્ટાર્ટ-અપ્સમાં નાણાનું રોકાણ કરી રહ્યા છે. અક્ષયકુમારે તેની સ્પોર્ટસવેર બ્રાન્ડ ફોર્સ IX લોન્ચ કરી છે. જ્યારે કરીના કપૂર ખાને તેની કોરિયન સ્કિનકેર બ્રાન્ડ ક્વેન્ચ બોટાનિકસ અને દીપિકા પદુકોણે લક્ઝરી સ્કિનકેર બ્રાન્ડ શરૂ કરી છે.
સૂત્રો કહે છે કે, આ વલણ હવે માત્ર ટોચના ચાર-પાંચ કલાકારો પૂરતો મર્યાદિત નથી રહ્યો. હોલીવૂડના ટોચના 50 સ્ટાર્સમાંથી 80 સ્ટાર્ટ-અપ્સનો અભ્યાસ કર્યા પછી, જણાયું છે કે, ઘણા કલાકારો વિવિધ ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. ભારતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. તેમાં નયનથારા, કૃતિ સેનન અને સંજય દત્ત જેવા કલાકારો સક્રિય છે.

LEAVE A REPLY