AN PHOTO

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા શુક્રવાર, 6 સપ્ટેમ્બરે કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા હતા અને બંને ખેલાડીઓ હવે ચૂંટણી લડે તેવી શક્યતા છે. હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો પર 5 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે રિઝલ્ટ જાહેર થશે. રાજ્યમાં બે ટર્મથી ભાજપની સત્તા છે અને આ વખતે કોંગ્રેસને વિજયની આશા છે.

નવી દિલ્હીમાં ફોગાટ અને પુનિયા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ નેતાઓને તેમના 10 રાજાજી માર્ગ પર મળ્યાં હતાં અને AICC મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયા હતાં. ફોગાટ અને પુનિયા બંને બુધવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતાં. કોંગ્રેસે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર ફોગાટ અને પુનિયા સાથે રાહુલ ગાંધીનો ફોટો મુક્યો હતો.

બજરંગ પુનિયાએ ટોક્યો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે ફોગાટ ઓલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા કુસ્તીબાજ બની હતી. જોકે તે 50-કિગ્રા કેટેગરીના વજનમાં લગભગ 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે ગેરલાયક ઠરી હતી. આ પછી તેને રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

2023માં ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને તત્કાલીન રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો સાથે વિરોધી દેખાવો થયા ત્યારે પુનિયા અને ફોગાટે આગેવાની લીધી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપે જણાવ્યું હતું કે વિજેન ફોગાટ ભારતની દીકરીમાંથી કોંગ્રેસની દીકરી બનવા માગતી હોય તો અમને કોઇ વાંધો નથી.

LEAVE A REPLY