(ANI Photo)

વિનય મોહન ક્વાત્રાએ સોમવાર, 12 ઓગસ્ટે અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ક્વાત્રા ભૂતપૂર્વ વિદેશ સચિવ છે અને તરનજીત સિંહ સંધુનું સ્થાન લીધું છે. ક્વાત્રા ભારતીય દૂતાવાસમાં વાણિજ્ય પ્રધાન હતા.

તરનજીત સિંહ સંધુએ જાન્યુઆરીમાં તેમનો કાર્યકાળ પૂરો કર્યો ત્યારથી અમેરિકામાં ભારતના રાજદૂતનું પદ ખાલી હતું.
ક્વાત્રાએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે “અમેરિકામાં ભારતના રાજદૂત તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અમેરિકા ખાતેનું ભારતીય દુતાવાસ અમેરિકા સાથેની મહત્ત્વપૂર્ણ ભાગીદારીને મજબૂત કરવા માટે તીવ્રતાથી કામ કરવાનું ચાલુ રાખશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા ક્વાત્રા આ મહિનાની શરૂઆતમાં ભારતના વિદેશ સચિવ તરીકે નિવૃત્ત થયાં હતાં. વિદેશ મંત્રાલયમાં ટોચના અમલદાર તરીકેના કાર્યકાળ પૂરો થાય તે પહેલા ક્વાત્રાએ ચીન, અમેરિકા, ફ્રાન્સ તથા વડાપ્રધાન મોદીની ઓફિસમાં કામગીરી બજાવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ નવેમ્બરની અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીઓ પછી વહીવટીતંત્રમાં સંભવિત ફેરફારની શક્યતા વચ્ચે ભારત-યુએસ સંબંધોમાં નિશ્ચિતતા લાવવાની કામગીરી કરશે. ક્વાત્રાની તાત્કાલિક પ્રાથમિકતા એવા અધિકારીઓ સુધી પહોંચવાની રહેશે કે જેઓ આગામી વહીવટીતંત્રમાં ભારત સંબંધિત નીતિમાં મહત્વની ભૂમિકા ભજવી શકે.

LEAVE A REPLY