વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન અને ક્રોયડન મિત્ર મંડળ દ્વારા ઉત્તરાયણ મેળો 2025નું શાનદાર આયોજન તા. 18 જાન્યુઆરીના રોજ ક્રિષ્ના અવંતિ પ્રાયમરી સ્કૂલ ક્રોયડન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરાયણ, લોહરી, બીહૂ, પોંગલ, અને ભોગી પર્વની ભાવના, આપણી જીવંત પરંપરાઓ અને એકતાની ભાવનાને જીવંત કરાઇ હતી.

પ્રતિભાશાળી બાળકો દ્વારા અદભુત લોકનૃત્ય કરાયું હતું અને નૃત્ય દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાને સુંદર રીતે પ્રદર્શિત કરાઇ હતી. યુવા કલાકારોએ દર્શાવેલ સમર્પણ અને જુસ્સો પ્રેરણાદાયક હતો. જૂથની સર્જનાત્મક મહિલાઓએ અદભુત સજાવટ દ્વારા સ્થળને જીવંત અને ઉત્સવપૂર્ણ બનાવી હતી.

આ પ્રસંગે બાળકોને રંગબેરંગી પતંગ બનાવવાની કીટનું વિતરણ કરાયું હતું અને તેમણે જાતે પતંગો બનાવી ઉડાવી હતી.

LEAVE A REPLY