1980-90ના દસકામાં મીનાક્ષી શેષાદ્રીનું નામ ખૂબ જ જાણીતું હતું. તેમણે એ સમયે જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, સની દેઓલ અને વિનોદ ખન્ના સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. દર્શકોએ લગભગ દરેક અભિનેતા સાથે મીનાક્ષી શેષાદ્રીની જોડીને પસંદ કરી હતી. આ પીઢ અભિનેત્રીએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં  પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે હવે આઈટમ સોંગ કરવા ઇચ્છે છે. મીનાક્ષીએ કહ્યું કે હું આ વિચારને તોડવા માંગુ છું કે આઈટમ સોંગ કરવા માટે તમારે 20 વર્ષની ઉંમર હોવી જોઈએ. જોકે, પોતાની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે મીનાક્ષીએ બોલીવૂડમાં વિદાય લઇને અમેરિકામાં સ્થાયી થઈ. હવે લગભગ 28 વર્ષ પછી તે ભારત પરત ગઇ છે. તેમણે આ ઈન્ટર્વ્યૂ તેમની પ્રોફેશનલ લાઈફ વિશે ઘણી વાતો જણાવી હતી. જેમાં તેણે વિનોદ ખન્ના સાથેની તેના કામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મીનાક્ષી શેષાદ્રી અને વિનોદ ખન્નાએ ‘સત્યમેવ જયતે’, ‘જુર્મ’, ‘પોલીસ’, ‘મુજરિમ’, ‘ક્ષત્રિય’ અને ‘હમશકલ’ જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેણે વિનોદ ખન્ના સાથે કામ કરવાના અનુભવો પણ જણાવ્યા હતા.

LEAVE A REPLY