February 27, 2025 in Washington, D.C., U.S. Carl Court/Pool via REUTERS

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત સાથે તેમના સંબંધો ખૂબ સારા છે, પરંતુ એકમાત્ર સમસ્યા એ છે કે વિશ્વના સૌથી વધુ ટેરિફ લગાવતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત કદાચ ટેરિફમાં મોટો ઘટાડો કરશે, પરંતુ 2 એપ્રિલથી ભારત જેટલી ટેરિફ વસૂલ કરે છે તેટલી ટેરિફ નાખીશું.

ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની શિખર મંત્રણા વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે જણાવ્યું હતું કે મારા ભારત સાથે ખૂબ સારા સંબંધો છે, પરંતુ ભારત સાથે મને એકમાત્ર સમસ્યા એ છે કે તેઓ વિશ્વના સૌથી વધુ ટેરિફ લગાવતા દેશોમાંનો એક છે. મારું માનવું છે કે તેઓ કદાચ તે ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરશે, પરંતુ 2 એપ્રિલે અમે તેમની પાસેથી તે જ ટેરિફ વસૂલ કરીશું જે તેઓ અમારી પાસેથી વસૂલ કરે છે.

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ-આર્થિક કોરિડોર (IMEC) અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે તે અદભૂત રાષ્ટ્રોનું ગ્રુપ છે, જે વેપારમાં આપણને નુકસાન પહોંચાડવા માંગતા અન્ય દેશોનો સામનો કરવા માટે એકજૂથ થયા છે. આપણી પાસે વેપારમાં ભાગીદારોનું એક શક્તિશાળી ગ્રુપ છે. અમે ભાગીદારોને અમારી સાથે ખરાબ વર્તન કરવા દેતા નથી, તેમ છતાં, અમે અમારા મિત્રો કરતાં દુશ્મનો સાથે ઘણી રીતે વધુ સારું વર્તન કરીએ છીએ. કેટલાંક કિસ્સામાં આપણા મિત્રો નથી તેઓ આપણા મિત્રો છે તેમના કરતાં વધુ સારું વર્તન કરે છે. ઉદાહરણ તરીકે યુરોપિયન યુનિયન વેપારમાં અમેરિકા સાથે ખરાબ વર્તન કરે છે.

ટ્રમ્પે વારંવાર ભારતની ઊંચા ટેરિફની ટીકા કરે છે. તેમણે કહ્યું છે કે ભારત ખૂબ જ ઊંચી ટેરિફ ધરાવતો દેશ છે અને તેમણે પુનરોચ્ચાર કર્યો છે કે અમેરિકન માલ પર ટેરિફ લાદનારા દેશો પર પારસ્પરિક ટેરિફ 2 એપ્રિલથી શરૂ થશે.ભૂતકાળમાં, ટ્રમ્પે ભારતને “ટેરિફ કિંગ” દેશ ગણાવ્યો હતો.

LEAVE A REPLY