અનિલ અગ્રવાલના વડપણ હેઠળના માઇનિંગ ગ્રુપ વેદાંતે હિન્દુસ્તાન ઝિંકનો 16થી 19 ઓગસ્ટ દરમિયાન હિન્દુસ્તાન ઝિંકનો આશરે 3.31 ટકા હિસ્સો વેચીને ઓછામાં ઓછા રૂ.6,498 કરોડ એકત્ર કરશે. વેદાંત શેરબજારમાં ઓફર ફોર સેલ (OFS) મારફત આ શેરો વેચશે અને તેનો તળિયાનો ભાવ શેરદીઠ રૂ.486 નિર્ધારિત કર્યો છે. આ ભાવ બજારભાવ કરતાં 15 ટકા ઓછો છે.
વેદાંતના બોર્ડે ઓફર-ફોર-સેલ (OFS) દ્વારા હિન્દુસ્તાન ઝિંકના 11 કરોડ શેર અથવા 3.31 ટકા હિસ્સાના વેચાણને મંજૂરી આપી હતી.BSE પર બુધવારના રૂ.572.95 શેર ભાવને આધારે HZLના 14 કરોડ શેરના વેચાણથી વેદાંતને રૂ.8,021 કરોડ મળી શકે છે.
જૂન ક્વાર્ટરના અંતે, વેદાંત HZLમાં 64.92 ટકા હિસ્સો ધરાવતી હતી જ્યારે સરકાર પાસે 29.54 ટકા હિસ્સો હતો.
વેદાંત તેના એલ્યુમિનિયમ, તેલ અને ગેસ, પાવર, બેઝ મેટલ્સ અને આયર્ન અને સ્ટીલના વ્યવસાયોને અલગ લિસ્ટેડ એન્ટિટીમાં ડિમર્જ કરવાની યોજના ધરાવે છે.30 જૂન, 2024ના રોજ વેદાંતનું ચોખ્ખું દેવું રૂ. 61,324 કરોડ હતું.
ગયા મહિને, માઇનિંગ ગ્રુપે રૂ.440 પ્રતિ શેરના ભાવે 19.31 કરોડ ઇક્વિટી શેરના ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશન્સ પ્લેસમેન્ટ (QIP) દ્વારા રૂ.8,500 કરોડ (USD 1 બિલિયનથી વધુ) એકત્ર કર્યા હતા.વેદાંતે જૂન 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 36.5 ટકા વધીને રૂ. 3,606 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે રૂ.2,640 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.