ધ ટાઇમ્સ સીઇઓ સમિટમાં બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ સાથે વાત કરતા, શેડો ચાન્સેલરે રશેલ રીવ્સે કહ્યું છે કે લેબર 2025 પહેલા ખાનગી શાળાની ફી પર VAT લાદશે નહીં. તેમણે ટેક્સનો બચાવ કરતાં સૂચવ્યું હતું કે તેઓ VATના અમલીકરણ માટે વ્યવહારિક અભિગમ અપનાવવાનો ઇરાદો ધરાવે છે.

લેબરની સૌથી વિવાદાસ્પદ નીતિઓમાંની એક બાબતે તેમણે કહ્યું હતું કે માતાપિતાને સપ્ટેમ્બરથી વધુ ફી માટે દબાણ કરવું “કરવું યોગ્ય નથી”. પણ તે પગલાં ઓટમમાં લેબરના પ્રથમ બજેટમાં સમાવાશે અને લેબરના પ્રથમ ફાઇનાન્સ બિલમાં સાંસદો દ્વારા પસાર થયા પછી તે કાયદો બનશે.

લેબર કહે છે કે ખાનગી શાળાઓને VAT અને બિઝનેસ રેટ ચૂકવવાની તેની યોજનાઓથી દર વર્ષે આશરે £1.6 બિલિયન એકત્ર કરાશે. જેનો ઉપયોગ માધ્યમિક શાળાઓમાં લગભગ 6,500 નિષ્ણાત શિક્ષકોની ભરતી કરવા માટે કરવામાં આવશે.

LEAVE A REPLY