પક્ષના બિઝનેસીસ સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માગતા વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે યુકેના શ્રેષ્ઠ કનેક્ટેડ સિટી સલાહકારોમાંના એક અને ભૂતપૂર્વ MI6 ઇન્ટેલિજન્સ અધિકારીઓ દ્વારા સ્થપાયેલી લંડન સ્થિત કન્સલ્ટન્સી હક્લુયટના મેનેજિંગ પાર્ટનર વરુણ ચંદ્રાને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો સાથે તેમના કોન્ટેક્ટ પોઇન્ટ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પદ સંભાળવા માટે, 39 વર્ષીય વરૂણે હક્લુયટમાંથી રાજીનામું આપ્યું છે. સરકાર માટે કામ કરવા માટે તેઓ નોંધપાત્ર પગાર કાપ લેશે.

હક્લુયટમાં સૌથી વધુ કમાણી કરનાર ડાયરેક્ટર ચંદ્રાને જૂન 2023 સુધીના 12 મહિનામાં £2.1 મિલિયન આપવામાં આવ્યા હતા. આર્થિક વૃદ્ધિને એજન્ડાનું કેન્દ્રસ્થાન બનાવનાર લેબર પક્ષ માટે તેમની નવી ભૂમિકા મહત્વની બનવાની છે.

ચંદ્રાના પ્રારંભિક કાર્યોમાંનું એક સંભવતઃ ખાનગી ઇક્વિટી ઉદ્યોગ સાથેના સંબંધોનું સંચાલન કરવાનું હશે. ચંદ્રા એક સમયે હવે નિષ્ક્રિય થયેલા લેહમેન બ્રધર્સમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કરતા હતા અને સર ટોની બ્લેરની નજીક હતા. તેમણે 2008થી લગભગ છ વર્ષ સુધી ભૂતપૂર્વ વડા પ્રધાન માટે કામ કર્યું હતું.

સિલિકોન વેલીમાં વધુ ઊંડે સુધી જવાના તેમના પ્રયાસોના ભાગરૂપે, ચંદ્રાએ હક્લુયટ કેપિટલ શરૂ કરી હતી અને ફર્મના પ્રથમ વેન્ચર કેપિટલ ફંડ માટે લગભગ $50 મિલિયન એકત્ર કર્યા હતા.

LEAVE A REPLY