વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપટે સોમવાર, 10 માર્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક લલિત મોદીને જારી કરાયેલ પાસપોર્ટ રદ કરવાનો સિટિઝનનશીપ કમિશનને આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આ ભાગેડુ ભારતમાં તેના પ્રત્યાર્પણથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે.
૭ માર્ચે, મોદીએ લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી હતી. તેમણે દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્ર વનુઆતુનું નાગરિકત્વ મેળવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. લલિત મોદીએ ૨૦૧૦માં ભારત છોડી દીધું હતું અને લંડનમાં રહે છે.
વાનુઆતુના એક સત્તાવાર મીડિયા રિલીઝમાં જણાવાયું હતું કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરના ખુલાસા પછી લલિત મોદીને જારી કરાયેલ વાનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો વડાપ્રધાનને આદેશ આપ્યો છે. મને છેલ્લા 24 કલાકમાં જાણ કરાઈ છે કે ઇન્ટરપોલે ભારતીય અધિકારીઓની લલિત મોદી પર એલર્ટ નોટિસ જારી કરવાની વિનંતીઓને બે વાર નકારી કાઢી હતી, કારણ કે કોઈ નોંધપાત્ર ન્યાયિક પુરાવા ન હતાં. આવો કોઈપણ એલર્ટથી લલિત મોદીની નાગરિકતા અરજી આપમેળે રિજેક્ટ થઇ જાય છે.
વડાપ્રધાનએ જણાવાયું હતું કે વનુઆતુ પાસપોર્ટ રાખવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી, અને અરજદારોએ કાયદેસર કારણોસર નાગરિકતા મેળવવી જોઈએ.
