ઉત્તરાખંડમાં સોમવાર, 27 જાન્યુઆરીથી એક સમાન નાગરિક સંહિતા (યુજીસી)નો અમલ થયો હતો. આનાથી લગ્ન, છૂટાછેડા, મિલકત, વારસો અને દત્તક લેવાના કાયદા તમામ ધર્મના લોકોને એકસમાન રીતે લાગુ પડશે. ગોવા પછી નાગરિકો માટે સમાન કાયદાકીય માળખું ધરાવતું તે બીજું રાજ્ય બન્યું હતું.
ઉત્તરાખંડ વિધાનસભામાં બિલ પસાર થયાના લગભગ એક વર્ષ પછી આ સંહિતા અમલમાં આવી છે. 2022માં રાજ્યની ચૂંટણીમાં ભાજપે યુનિફોર્મ સિવિલ કોડનું વચન આપ્યું હતું. નવા કાયદા મુજબ લિવ-ઇન રિલેશનશિપની ફરજિયાત નોંધણી કરાવવી પડશે અને 21 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ સાથે લિવ-ઇન રિલેશનશિપ માટે માતાપિતાની સંમતિ લેવી પડશે.
લિવ-ઇન રિલેશનશીપ જાહેર કરવામાં નિષ્ફળતા, અથવા ખોટી માહિતી આપવા બદલ વ્યક્તિને ત્રણ મહિનાની જેલ થઈ શકે છે અથવા 25,000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. નોંધણીમાં એક મહિનાનો વિલંબ પણ ત્રણ મહિના સુધીની જેલ, 10,000 રૂપિયાનો દંડ અથવા થઈ શકે છે.
લગ્નની નોંધણી કરાવવી જરૂરી રહેશે અને તમામ ધર્મોમાં લગ્નની લઘુત્તમ ઉંમર પુરુષો માટે 21 વર્ષ અને સ્ત્રીઓ માટે 18 વર્ષ હશે. બહુપત્નીત્વ, બાળ લગ્ન, ટ્રિપલ તલાક પર પ્રતિબંધ આવશે. આ સંહિતા અનુસૂચિત જનજાતિને લાગુ પડશે નહીં
