(Photo by Stephen Maturen/Getty Images)

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વાન્સ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. વાન્સ આ મહિનાના અંતમાં સેકન્ડ લેડી ઉષા વાન્સ સાથે ભારતની યાત્રા કરશે, એમ મીડિયા અહેવાલમાં બુધવારે જણાવાયું હતું.

ગયા મહિને ફ્રાન્સ અને જર્મનીમાં વિશ્વ મંચ પર પદાર્પણ કર્યા પછી વાઇસ પ્રેસિડન્ટ તરીકે વાન્સનો આ બીજો વિદેશ પ્રવાસ છે.ઉષા વાન્સના માતા-પિતા ક્રિશ ચિલુકુરી અને લક્ષ્મી ચિલુકુરી 1970ના દાયકાના અંતમાં ભારતથી અમેરિકા સ્થળાંતરિત થયા હતાં. ભારતની આ મુલાકાત ઉષા વાન્સની સેકન્ડ લેડી તરીકે પૂર્વજોના દેશની પ્રથમ મુલાકાત હશે.

ઉષા અને જેડી યેલ લો સ્કૂલમાં ભણતી વખતે મળ્યાં હતા. ઉષા એક વકીલ છે અને તેમણે યુએસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન જી રોબર્ટ્સ અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સના ન્યાયાધીશ બ્રેટ કેવનો માટે ક્લાર્ક પણ કામ કર્યું છે.તેમણી પાસે યેલ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પણ છે.

LEAVE A REPLY