(istockphoto.com)

રશિયાના મિલિટરી અને ઈન્ડસ્ટ્રિયલ બેઝને કથિત રીતે સમર્થન આપવા બદલ અમેરિકાએ વિશ્વની સંખ્યાબંધ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યા છે, તેમાં ભારતની ભારતની 19 કંપનીઓ પણ સામેલ છે. અમેરિકાના પ્રતિબંધોના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ શનિવારે ખાતરી આપી હતી કે ભારત આ પગલાં સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે અમેરિકન અધિકારીઓ સાથે સક્રિયપણે સંપર્કમાં છે.

MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત વ્યૂહાત્મક વેપાર અને અપ્રસાર નિયંત્રણો પર મજબૂત કાનૂની અને નિયમનકારી માળખું ધરાવે છે. અમે મુખ્ય બહુપક્ષીય નિકાસ નિયંત્રણ સિસ્ટમના સભ્ય છીએ અને અપ્રસાર પરના ઠરાવ 1540 સહિત પ્રતિબંધો સંબંધિત UNSCના નિયમોનું અસરકારક રીતે પાલન કરીએ છીએ. જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિવાદાસ્પદ વ્યવહારો ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરતા નથી,

અમેરિકાના ટ્રેઝરી વિભાગે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીન, સ્વિટ્ઝર્લેન્ડ, થાઈલેન્ડ અને તુર્કીની કંપનીઓ પર રશિયાને અદ્યતન ટેક્નોલોજી અને ઈક્વિપમેન્ટ્સના સપ્લાય કરવા માટે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ અદ્યતન ટેક્નોલોજી અને ઈક્વિપમેન્ટ્સ રશિયાને તેના શસ્ત્રોને સપોર્ટ આપવા માટે મહત્વના છે. ટ્રેઝરી ડેપ્યુટી સેક્રેટરી વોલી અડેયેમોએ જણાવ્યું હતું કે, યુનાઈટેડ સ્ટેટ્સ અને અમારા સહયોગીઓ રશિયાને યુક્રેન સામે ગેરકાયદેસર અને અનૈતિક યુદ્ધ ચલાવવા માટે જરૂરી એવા જટિલ સાધનો અને તકનીકોના પ્રવાહને રોકવા માટે વિશ્વભરમાં નિર્ણાયક પગલાં લેવાનું ચાલુ રાખશે. આ કાર્યવાહી દ્વારા અમેરિકા રશિયાને વોર મશિનરીથી સજ્જ થવાની ક્ષમતાને ઘટાડવા માટેની છે.

ભારતી કંપનીઓમાં આભાર ટેક્નોલોજીસ એન્ડ સર્વિસિસ, ડેનવાસ સર્વિસિસ, એમસીસ્ટેક, ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડ, ઓર્બિટ ફિનટ્રેડ એલએલપી, ઈનોવિયો વેન્ચર્સ, KDG એન્જિનિયરિંગ અને ખુશ્બુ હોનિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ભારતીય કંપનીઓમાં લોકેશ મશિન્સ, પોઈન્ટર ઈલેક્ટ્રોનિક્સ, RRG એન્જિનિયરિં ટેક્નોલોજીસ, શાર્પલાઈન ઓટોમેશન, શૌર્ય એરોનોટિક્સ, શ્રીજી ઈમ્પેક્સ અને શ્રેયા લાઈફ સાયન્સનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY