અમેરિકામાં છેલ્લે નવેમ્બર 2020માં પ્રેસિડન્ટની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મતદાન થઇ ગયા પછી જો બાઇડનને વિજેતા જાહેર કરવામાં ચાર દિવસનો સમય લાગ્યો હતો.
રિઝલ્ટમાં વિલંબ થવાનું મુખ્ય કારણ નિર્ણાયક બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં પાતળી સરસાઈ હતી. જેના પરિણામે કેટલાક રાજ્યોમાં પુનઃગણતરી થઈ હતી. મોટી સંખ્યામાં મેઇલ-ઇન મતોની ગણતરી પણ ચૂંટણીના દિવસ પછી થાય છે. તે સમયે વૈશ્વિક મહામારી પણ હતી.
આ પછીથી કેટલાક રાજ્યોએ ચૂંટણીની મતગણતરી ઝડપી બનાવવા માટે તેમના ચૂંટણી કાયદામાં ફેરફાર કર્યા છે. પરંતુ આ વખતે તેટલો લાંબો સમય ન લાગે તેવી શક્યતા છે, પરંતુ એક બાબતની નક્કી લાગે છે કે વિજેતાની જાણ ચૂંટણીની રાત્રે જ થઈ શકશે નહીં.
5 નવેમ્બરની સવારે મતદાન શરૂ થવા માટે કોઈ નિર્ધારિત રાષ્ટ્રીય સમય નથી. મોટા ભાગના રાજ્યોમાં તેમના સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યે મતદાન શરૂ થાય છે. બીજા કેટલાંક રાજ્યોમાં વહેલી સવારે 5 વાગ્યે અથવા મોડી રાત્રે 10 વાગ્યા સુધી મતદાન થશે. ન્યૂ હેમ્પશાયર, ટેનેસી અને વોશિંગ્ટન જેવા કેટલાક રાજ્યોમાં અલગ અલગ સમયે મતદાન થશે. મતદાન પૂરું થવાનો સમય પણ અલગ-અલગ રાજ્યોમાં જુદો જુદો છે.
મતદાન સમાપ્ત થયાના થોડા કલાકોમાં પરિણામોની જાહેરાત કરવામાં અવરોધ લાવી શકે છે, તેવા ઘણા પરિબળો છે. ઉદાહરણ તરીકે એરિઝોનામાં કાયા મુજબ મતદારો ચૂંટણીના દિવસે અથવા તેના આગલા દિવસે મતદાન મથક પર તેમના પૂર્ણ થયેલ બેલેટ પેપરો છોડી શકે છે.જો કે, મતદાન સમાપ્ત ન થાય ત્યાં સુધી આ મતપત્રો પર પ્રક્રિયા કરી શકાતી નથી.
એવી ચિંતાઓ છે કે અમુક સ્થાનિક ખેલાડીઓ નિર્ણાયક સ્વિંગ રાજ્યોમાં ચૂંટણી પરિણામોને વિલંબિત કરવાનો પ્રયાસ કરી શકે છે. ઉદાહરણ તરીકે જાન્યુઆરી 2020માં કૉંગ્રેસમાં મોટી સંખ્યામાં રિપબ્લિકન્સે પેન્સિલવેનિયા અને એરિઝોનાના પરિણામો સામે વાંધો ઉઠાવ્યો હતો. બંને રાજ્યોમાં બાઇડન જીત્યા હતા.