અમેરિકાની સુપ્રીમ કોર્ટે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માગણી કરતી છેલ્લી અરજી ફગાવી દીધી હતી. તેનાથી તેને ભારતમાં લાવવાનો માર્ગ મોકળો થયો હતો.
26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં હોટલ, એક ટ્રેન સ્ટેશન અને એક યહૂદી કેન્દ્ર પર ત્રણ દિવસ ચાલેલા હુમલાઓમાં ૧૬૬ લોકો માર્યા ગયા હતાં. ભારતનું જણાવ્યું હતું કે આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક જૂથ લશ્કર-એ-તૈયબાનો હાથ હતો.

શિકાગોમાં રહેતા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાને 2011માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને બાદમાં તેને 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તે હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં છે.

૬૪ વર્ષીય રાણા ૨૬/૧૧ ના હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળે છે. હેડલીએ હુમલા પહેલા રાણાની ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના કર્મચારી તરીકે પોતાને રજૂ કરીને મુંબઈની રેકી કરી હતી.રતની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA 2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ હુમલાઓમાં તેની ભૂમિકા માટે ભારત દ્વારા પ્રત્યાર્પણની વિનંતી પર યુએસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY