REUTERS/Evelyn Hockstein

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ધનિક ઇમિગ્રન્ટ્સ માટે ‘ગોલ્ડ કાર્ડ્સ’ દ્વારા અમેરિકન નાગરિકતા મેળવવાનું સરળ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. આવા ધનિકો $5 મિલિયનમાં ગોલ્ડ કાર્ડ ખરીદીને અમેરિકાના નાગરિક બની શકશે.

ટ્રમ્પના જણાવ્યા મુજબ આ નવી પહેલથી દેશનું દેવું ઝડપથી ચુકવી શકાશે. તેઓ “EB-5” ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામને બદલી ગોલ્ડ કાર્ડ અમલી બનાવશે. EB-5 પ્રોગ્રામ હેઠળ યુએસ બિઝનેસમાં રોકાણ કરવાથી અમેરિકાનું “ગ્રીન કાર્ડ” મળે છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ગોલ્ડ કાર્ડનું વેચાણ કરીશું. અમે તે કાર્ડની કિંમત લગભગ $5 મિલિયન રાખવા જઈ રહ્યા છીએ. તે તમને ગ્રીન કાર્ડના વિશેષાધિકારો આપશે અને તે (અમેરિકન) નાગરિકત્વનો માર્ગ બનશે. શ્રીમંત લોકો આ કાર્ડ ખરીદીને આપણા દેશમાં આવશે. આ યોજના વિશે વધુ વિગતો બે અઠવાડિયામાં બહાર આવશે.

રશિયનો આ યોજના માટે પાત્ર હશે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે રશિયન ધનિકો લાયક ઠરે. હા, સંભવતઃ. અરે. હું કેટલાક રશિયન ધનિકોને જાણું છું, જે ખૂબ જ સરસ લોકો છે

LEAVE A REPLY