The first meeting of India-US Strategic Trade Dialogue will be held in June

નવી દિલ્હી સ્થિત યુએસ એમ્બેસીએ સોમવારે જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત ઓક્ટોબર સુધી ગાંધી-કિંગ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરશે. આ ફાઉન્ડેશન વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બંને દેશો વચ્ચેની “ગ્રાઉન્ડબ્રેકિંગ પાર્ટનરશિપ”નો સંકેત આપે છે.

દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ભારતના રાષ્ટ્રીય અને વૈશ્વિક વિકાસના ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે જાહેર અને ખાનગી બંને સંસાધનોનો ઉપયોગ કરી ભારતમાં કાર્યરત બનશે. આ ફાન્ડેશન આબોહવા પરિવર્તન, ક્ષય રોગ ઘટાડવા, પાણી અને સ્વચ્છતામાં સુધારો કરવા, હવા પ્રદૂષણની આરોગ્ય અસરોને ઓછી કરવા, શિક્ષણમાં વધારો કરવા અને મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા સહિતના ઉદ્દેશો માટે કામગીરી કરશે.

17 જૂને અમેરિકા સરકાર અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ઓક્ટોબર 2024 સુધીમાં ઔપચારિક રીતે ગાંધી-કિંગ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (GKDF)ની સ્થાપના કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં.

ભારત ખાતેના રાજદૂત એરિક ગારસેટ્ટીને ટાંકીને આ નિવેદનમાં જણાવ્યું હતું કે ગાંધી-કિંગ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અમેરિકા અને ભારત વચ્ચે પરિવર્તનકારી ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે. તે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના વિઝનરી આદર્શો આધારિત છે.

LEAVE A REPLY