PTI

ભારત ખાતેના અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ અદાણી ગ્રુપના ખાવડા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. 16 જુલાઈએ ખાવડાની મુલાકાત લીધા પછી X પરની પોસ્ટમાં ગાર્સેટ્ટીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાવડા રિન્યુઅલ એનર્જી ફેસિલિટીની મુલાકાતથી પ્રેરણા મળી, જ્યાં મને ભારતના ઝીરો ઇમિગેશન ઉદ્દેશને આગળ ધપાવવા માટેના અદાણી ગ્રુપના ઇનોવેટિવ પ્રોજેક્ટની જાણકારી મળી. તેમણે આ મુલાકાતની એક પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં મૂકી હતી. ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ગારસેટ્ટી સાથેની તસવીર પોસ્ટ કરીને અને મુલાકાત બદલ તેમનો આભાર માનીને જવાબ આપ્યો હતો.

અદાણી ગ્રીન એનર્જી કચ્છમાં ખાવડા ખાતે બંજર જમીન પર 30,000 મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ વિકસાવી રહી છે. 538 ચોરસ કિલોમીટરમાં બનેલ આ પ્રોજેક્ટ  પેરિસ કરતા પાંચ ગણો અને મુંબઈ શહેર જેટલો મોટો છે. કંપનીએ કામ શરૂ કર્યાના 12 મહિનાની અંદર 2,000 મેગાવોટ સૌર ક્ષમતા અથવા આયોજિત 30,000 મેગાવોટના 6 ટકાનું ઉત્પાદન ચાલુ કર્યું છે. સમગ્ર પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂર્ણ થવાનો છે.ગારસેટ્ટીએ અમદાવાદમાં અદાણીની હેડ ઓફિસની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે યુએસ-ભારત ભાગીદારીના મહત્વ અને ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપમાં ભારતના વધતા મહત્વ પર ભાર મૂક્યો હતો.

 

LEAVE A REPLY