અમેરિકાએ યમનમાં ઇરાની સમર્થિત હૂથી બળવાખોરો પર શનિવારે કરેલા ભીષણ હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયાં હતાં. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હૂથી ત્રાસવાદીઓ મહત્વપૂર્ણ દરિયાઈ કોરિડોર પર જહાજો પરના હુમલા બંધ ન કરે ત્યાં સુધી ઘાતક હુમલા ચાલુ રાખવાની વોર્નિંગ આપી હતી.
હૂથી બળવાખોરોએ જણાવ્યું હતું કે અમેરિકાના હુમલામાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયાં હતાં. ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે રવિવારે કહ્યું હતું આ હુમલાઓમાં ઘણા હૂતી નેતાઓને સફળતાપૂર્વક ટાર્ગેટ કરાયાં હતાં. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાના સૈનિકો આતંકવાદીઓના ઠેકાણાઓ, નેતાઓ અને મિસાઇલ સંરક્ષણ પર હવાઈ હુમલા કરી રહ્યા છે. કોઈ પણ આતંકવાદી બળ અમેરિકન વ્યાપારી અને નૌકાદળના જહાજોને વિશ્વના જળમાર્ગો પર મુક્તપણે સફર કરતા અટકાવી શકશે નહીં.
