(ANI Photo/Rahul Singh)

મહાકુંભ 2025થી ઉત્તરપ્રદેશના અર્થતંત્રને આશરે રૂ.2 લાખ કરોડનો વેગ મળવાનો અંદાજ છે. સરકારના અનુમાન મુજબ જો 40 કરોડ મુલાકાતીઓમાંથી પ્રત્યેક વ્યક્તિ સરેરાશ રૂ.5,000 ખર્ચે તો રૂ.2 લાખ કરોડની આવક થઈ શકે છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના મહાસચિવ (CAIT) પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે “મહાકુંભમાં મોટા પાયે આર્થિક અને વેપારી ગતિવિધિઓ જોવા મળશે. એક અંદાજ મુજબ ધાર્મિક યાત્રા દરમિયાન વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.5,000નો ખર્ચ થાય તો પણ કુલ ખર્ચ રૂ.2 લાખ કરોડને વટાવી જશે. આમાં હોટલ, ગેસ્ટહાઉસ, કામચલાઉ આવાસ, વગેરે પર ખર્ચનો સમાવેશ થાય છે.

CAITના અંદાજ મુજબ પેકેજ્ડ ફૂડ, પાણી, બિસ્કિટ, જ્યુસ અને ભોજન સહિત ખાદ્ય અને પીણા ક્ષેત્રમાં એકંદરે રૂ.20,000 કરોડના વેપારનો અંદાજ છે. તેલ, દીવા, ગંગાજળ, મૂર્તિઓ, અગરબત્તીઓ અને ધાર્મિક પુસ્તકો સહિતની ધાર્મિક વસ્તુઓ અને પ્રસાદથી આશરે 20,000 કરોડની બિઝનેસનો અંદાજ છે. ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સમાં રૂ.10,000 કરોડનો ખર્ચ થવાની ધારણા છે. ટૂર ગાઇડ, ટ્રાવેલ પેકેજ અને સંબંધિત પ્રવૃત્તિઓ સહિત ટ્રાવેલ ઉદ્યોગમાં આશરે રૂ.10,000 કરોડનો બિઝનેસ થશે.

LEAVE A REPLY