લંડનમાં વસતા અને મૂળ વસો-વડોદરાના વતની ઉપેન્દ્રભાઈ કૃષ્ણનાથ ગોરનું તા. 28 ઓગસ્ટના રોજ 84 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે.
૨૦ ઑક્ટોબર, ૧૯૩૯ના રોજ મોગરમાં જન્મેલા ઉપેન્દ્રભાઈ યુગાન્ડામાં સ્કૂલીંગ કરી ભારત પરત થયા હતા. અમદાવાદમાં ફર્મસીનો અભ્યાસ કરી તેમણે ફાર્માસિસ્ટ તરીકે ‘ફાર્મા હાઉસ’ના નામથી રાવપુરા, વડોદરામાં છૂટક અને જથ્થાબંધ દવાઓનું વેચાણ કરતા હતા. તે પછી તેઓ 1990માં ઇંગ્લૅન્ડ આવીને વસ્યા હતા.
તેમને વાંચન, મનન-લેખન, જ્યોતિષ અને વિદ્યાર્થીકાળમાં નાટ્યપ્રવૃત્તિ તથા નિયમિત વોક લેવાનો શોખ હતો. તેમણે ‘જળ ભર્યા કિનારે’, ‘લલાટના લેખ’, ‘નૈવેદ્ય’, ‘આનંદ છોળ’, ‘માતૃત્વની જ્યોત’, ‘વાર્તાની છાજલી’, ‘વાલમ સમાજ’, ‘ગાંધી જ્યોત’ અને ‘ભાવ વંદના’ નામથી કુલ 8 પુસ્તકો લખ્યા હતા.
તેઓ વાલમ બ્રાહ્મણ જ્ઞાતિના વિવિધ સંસ્થાઓમાં કારોબારીના સભ્ય, મંત્રી, ખજાનચી તરીકે, વાલમ સંદેશ, લંડનના તંત્રી તરીકે, વસો નાગરિક મંડળ, વડોદરાના કારોબારી સભ્ય, વસો નાગરિક મંડળ, લંડનના સભ્ય તરીકે, ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.
તેમના પત્ની ભારતીબહેને શિક્ષિકા તરીકે વસંત પ્રાથમિક વિદ્યાલય, વડોદરામાં તથા વેમ્બલી હાઈસ્કૂલ, લંડન ખાતે ગુજરાતી શિક્ષિકા તરીકે સેવાઓ આપી હતી. તેઓ પોતાની પાછળ ત્રણ પુત્રો નીરવ, યજ્ઞેશ, ભાર્ગવ અને વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.
સંપર્ક: ભાર્ગવભાઇ ગોર 07940 729 525.