(ANI Photo)

ગુજરાતમાં 23 જૂનથી સક્રિય બનેલા ચોમાસા વચ્ચે શુક્રવાર, 28 જૂને રાજ્યમાં વ્યાપક વરસાદ નોંધાયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ભારે વરસાદના અહેવાલ મળ્યાં હતા. શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 100 તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. સાંજે અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. શહેરમાં સરખેજ,  ઇસ્કોન, બોપલ, ગોતા, એસ.જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંકક પ્રસરી હતી. વરસાદના લીધે ઘણા વિસ્તારોમાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતાં.

28 જૂને 10 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં પલસાણા તાલુકોમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, સુરતના પલસાણા અને નવસારીના અડીને આવેલા જિલ્લાના ખેરગામમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.બોટાદ, ગણદેવી, ઉમ્બરગાંવ, ચીખલી, ગારીયાધાર, વાલોડ, સુત્રાપાડા, કામરેજ, નવસારી, ઓલપાડ, વાપી, પાલિતાણા, જલાલપોર અને લીલીયા તાલુકાઓ સાંજે 4 વાગ્યા સુધી 1 થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

અત્યાર સુધીના સુરત, નવસારી અને બોટાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી માટે 2 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદનો  ઓરેન્જ એલર્ટ જારી કર્યો હતો.

 

LEAVE A REPLY