(PTI Photo)

નેબ્રાસ્કામાં સ્ટેટ કેપિટોલ બિલ્ડિંગમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. યુએસ પેસિફિક નોર્થવેસ્ટ રાજ્યોમાં આવી કોઈ જગ્યામાં પ્રથમ વખત મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યના ગવર્નર જિમ પિલેને શુક્રવારે લિંકનમાં આઇકોનિક નેબ્રાસ્કા સ્ટેટ કેપિટોલ પરિસરમાં તેમની ઓફિસમાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને નેબ્રાસ્કાની ગવર્નર ઑફિસે ગાંધીજીના પ્રતિમાને સ્થાપિત કરવાની જગ્યા શોધવામાં ગાઢ સહયોગ કર્યો હતો. આ સમારોહમાં ગવર્નર પિલેન, લેફ્ટનન્ટ ગવર્નર જો કેલી, નેબ્રાસ્કાના ભૂતપૂર્વ સેનેટર બેન નેલ્સન અને પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી અને કોચ ટોમ ઓસ્બોર્ન, સિએટલમાં ભારતના કોન્સ્યુલ જનરલ પ્રકાશ ગુપ્તા, તેમજ પ્રતિષ્ઠિત સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સમારંભમાં વક્તાઓએ અહિંસા અને સત્યાગ્રહના સ્થાયી મૂલ્યોને ઉલ્લેખ કર્યો હતો અને આજની દુનિયામાં તેમની સુસંગતતા પર ભાર મૂક્યો હતો

LEAVE A REPLY