Photo by PAL PILLAI/AFP via Getty Images)

સિનેમા જગત લગભગ 10 દાયકા કરતાં વધુ સમયથી જનતાનું મનોરંજન કરે છે. ભારતના ફિલ્મ ઉદ્યોગમાં પણ દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં ફિલ્મો પ્રદર્શિત થાય છે. તેમાં પણ દેશ-વિદેશમાં વસતાં ભારતીયો પર હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોનો ઘણો પ્રભાવ છે. બોલીવૂડમાં કેટલીક એવી અભિનેતાઓ, ફિલ્મો અને ગીતો પણ છે જેના રેકોર્ડ હજુ સુધી તૂટ્યા નથી.

રાજેશ ખન્ના
રાજેશ ખન્ના બોલીવૂડનો પ્રથમ સુપરસ્ટાર હતા. તેમણે 1969થી 1971 સુધી સતત 17 બ્લોક બસ્ટર ફિલ્મો આપી હતી. રાજેશ ખન્નાના આ રેકોર્ડને હજી સુધી કોઇ તોડી શક્યું નથી.

ધર્મેન્દ્ર
1987માં ધર્મેન્દ્રએ પોતાના નામે એક રેકોર્ડ કર્યો છે, જેને હજી સુધી બોલીવૂડના કોઇ કલાકાર તોડી શક્યા નથી. હકીકત અભિનેતાએ આ એક જ વર્ષમાં 10 ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમાંથી સાત ફિલ્મો સુપર હિટ થઇ હતી.

શાહરૂખ ખાન
શાહરૂખ લોકપ્રિય અભિનેતાઓમાં સ્થાન ધરાવે છે. તેના નામે એક રેકોર્ડ નોંધાયેલો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. શાહરૂખ ખાન 1990ના દાયકામાં બંપર ઓપનર મૂવીઝ આપનાર એકમાત્ર અભિનેતા છે. શાહરૂખે ગત વર્ષે ત્રણ ફિલ્મો પઠાન, જવાન અને ડંકીમાં કામ કર્યું છે. તેની આ ત્રણેય ફિલ્મોએ 2700 કરોડ રૂપિયાનું બોક્સઓફિસ કલેકશન કર્યું હતું તેવું કહેવાય છે.

શોલે
ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનની આ ખૂબ જ લોકપ્રિય ફિલ્મ- શોલે 1975માં પ્રદર્શિત થઇ હતી. કહેવાય છે કે તે વખતે આ ફિલ્મે ૧૫ કરોડ ટિકિટોનું વેચાણ કર્યું હતું એટલે કે તેના દર્શકોનો રેકોર્ડ આજ દિન સુધી તૂટયો નથી. આ રેકોર્ડમાં દર્શકોની સંખ્યા અથવા વેચાણ થયેલી ટિકિટોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ રીતે ફિલ્મ શોલેનો રેકોર્ડ 50 વર્ષથી હજુ સુધી અકબંધ છે, જેને કોઇએ તોડ્યો નથી.

અમિતાભ બચ્ચન
1978માં અમિતાભ બચ્ચન અભિનિત મુકદ્દર કા સિકંદર, ત્રિશૂલ અને ડોન જેવી ફિલ્મો રિલીઝ થઇ હતી. આ ત્રણેય ફિલ્મોએ જબરદસ્ત ગ્રોસ કલેકશન કર્યું હતું.

આમિર ખાન
બોલીવૂડમાં આમિર ખાન મિસ્ટર પર્ફેક્શનિસ્ટ અથવા ચોકલેટી હીરો તરીકે ઓળખાય છે. આધુનિક સમયમાં આમિર ખાને ધૂમ ૩, દંગલ અને પીકે જેવી ત્રણ એવી ફિલ્મો આપી છે, જેના ગ્રોસ કલેકશનના મામલામાં હજુ સુધી રિલીઝ થયેલી ફિલ્મોનો રેકોર્ડ છે. અત્યાર સુધીમાં આ રેકોર્ડ સ્થાપિત કરનારો આમિર ખાન એક માત્ર અભિનેતા છે.

સલમાન ખાન
સલમાન ખાને પણ અમિતાભની જેમ 1999માં મોટું ગ્રોસ કલેકશન ધરાવતી ફિલ્મો આપી હતી. જેમાં હમ સાથ સાથ હૈ, બીબી નંબર વન અને હમ દિલ દે ચુકે સનમ જેવી લોકપ્રિય ફિલ્મનો સમાવેશ થાય છે.

હમ આપકે હૈ કૌન ફિલ્મ
સુરજ બડજાત્યા દ્વારા નિર્મિત-દિગ્દર્શિત આ ફિલ્મ 1994માં રિલીઝ થઇ હતી, જેમાં 14 કર્ણપ્રિય ગીતો છે, જે લોકમુખે ખૂબ જ ગવાયા હતા. દરેક લગ્ન સમારંભમાં આ ફિલ્મના ગીત અચૂક વગાડવામાં આવે છે.

LEAVE A REPLY