Risk of stroke with Pfizer's covid booster and flu dose
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

UK હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)એ દિવાળીની ઉજવણી કરતાં લોકોને ફ્લૂ અને કોવિડ-19 વેક્સિન લેવાનો 16 ઓક્ટોબરે અનુરોધ કર્યો હતો, જેનાથી તહેવારની સલામત અને તંદુરસ્ત ઉજવણીની થઈ શકે. વેક્સિનને સામાન્ય રીતે સંપૂર્ણ સુરક્ષા માટેની ઇમ્યુનિટી વિકસાવતા બે સપ્તાહનો સમય લાગતો હોય છે, તેથી વહેલી રસી લેવાથી દિવાળીના સમયે ગંભીર બીમારીનું જોખમ ઓછું કરવામાં મદદ મળશે.

એજન્સીએ જણાવ્યું હતું કે ઘરમાં અથવા ઇન્ડોર આપણે ઉજવણી માટે એકઠા થતાં હોઇએ છીએ ત્યારે ખાસ કરીને શિયાળામાં ફ્લૂ અને કોવિડ-19 વધુ સરળતાથી ફેલાય છે અને તેનાથી કેસમાં વધારો જોવા મળતો હોય છે. તેથી શક્ય તેટલી વહેલી તકે ફ્લૂ અને COVID-19 વેક્સિન લેવાથી દિવાળીની ઉજવણી સારી રીતે કરવામાં મદદ મળશે. વેક્સિન ફ્લૂ અને કોરોના સામે શ્રેષ્ઠ રક્ષણ પૂરું પાડે છે, જે બીમારીને ઓછી ગંભીર બનાવે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટાડે છે. વધુમાં તેઓ તમારી આસપાસના લોકોમાં આ ચેપ ફેલાવવાની શક્યતાઓને ઘટાડવામાં પણ મદદ કરશે.

65 અને તેથી વધુ ઉંમરના લોકો, સગર્ભા સ્ત્રીઓ અને અમુક લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યા, ડાયાબિટીસ અથવા કાર્ડિયોવેસ્ક્યુલર જેવી બિમારી ધરાવતા લોકોને NHS તરફથી નિશુલ્ક વેક્સિન મળે છે.

સગર્ભા સ્ત્રીઓ અને 75-79 વર્ષની વયના વૃદ્ધો પણ આ વર્ષે પ્રથમ વખત આરએસવી રસીકરણ માટે પાત્ર છે. મેટર્નલ વેક્સિન માત્ર માતાનું જ રક્ષણ કરતી નથી, પરંતુ નવજાત શિશુઓ માટે તેમના પ્રથમ થોડા મહિનામાં પ્લેસેન્ટા દ્વારા રક્ષણ પુરં પાડે છે. દર શિયાળામાં હજારો બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અન્ય વય જૂથોની સરખામણીમાં ફ્લૂને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના સૌથી વધુ દરો ધરાવે છે. રસી અપાવવાથી તમારું બાળક માત્ર પોતાની જાતનું જ નહીં, પરંતુ તેમની આસપાસના વધુ સંવેદનશીલ લોકોનું પણ રક્ષણ કરે છે, જેમાં બાળકો, દાદા દાદી અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોનો સમાવેશ થાય છે. બાળકો પણ ફ્રીમાં ફ્લૂની રસી માટે પાત્ર છે અને તેમને તહેવારો પહેલા રસી લેવાની સલાહ આપવામાં આવે છે.

યુકેએચએસએના હેલ્થ પ્રોટેક્શનમાં કન્સલ્ટન્ટ ડૉ. અંજલિ પાઈએ કહ્યું હતું કે “દિવાળીના તહેવારો સામાન્ય રીતે એવા સમયે આવે છે કે જ્યારે ફ્લૂ અને COVID-19 કેસ વધે છે. અમે હિંદુ, જૈન અને શીખ સમુદાયના સભ્યોને દિવાળીની ઉજવણી કરવા પરિવારો અને મિત્રો સાથે જોડાતા પહેલા રસીકરણ કરીને તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા ભારપૂર્વક પ્રોત્સાહિત કરીએ છીએ.

સાઉથ એશિયન હેલ્થ એક્શનના સ્થાપક કિરીટ મિસ્ત્રીએ કહ્યું હતું કે આપણે પ્રકાશના તહેવારની ઉજવણી કરવાની તૈયારી કરીએ છીએ, ત્યારે આપણા સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે. રસીકરણ એ સ્વસ્થ રહેવાની સૌથી અસરકારક રીતો પૈકીની એક છે, કારણ કે આપણે પરિવારો અને મિત્રો સાથે સમય પસાર કરવા માટે ભેગા થઈએ છીએ.

LEAVE A REPLY