– એક્સક્લુસિવ

– બાર્ની ચૌધરી

સમરમાં થયેલા તોફાનોમાં 1400 તોફાનીઓની ધરપકડ બાદ ટૂ-ટીયર પોલીસિંગના આરોપોને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રદ કરી તેને “બકવાસ” ગણાવ્યા છે.  પરંતુ નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ (NPCC) ના અધ્યક્ષ ગેવિન સ્ટીફન્સે સ્વીકાર્યું કે પોલીસ દળો “હંમેશા યોગ્ય હોતા નથી.”

ઑગસ્ટ માસમાં સાઉથપોર્ટમાં ત્રણ છોકરીઓની હત્યા કરાયા બાદ દેશભરમાં થયેલા ફાર રાઇટ તોફાનો બાબાતે ગરવી ગુજરાત સાથે વાત કરતા NPCCના અધ્યક્ષ ગેવિન સ્ટીફન્સે કહ્યું હતું કે “બે સ્તરીય પોલીસિંગ વિશેની ચર્ચા બકવાસ હતી. વ્હીલી બીનને આગ લગાડી તમે 200થી વધુ લોકો – બાળકો સાથેની બિલ્ડિંગમાં આગ લગાવવા જતા હો ત્યારે લોકો દ્વિ-સ્તરની પોલીસ ડીબેટને સપાટી પર મૂકશે. આ સંદર્ભમાં સંદેશ એ છે કે જો તમે ગંભીર હિંસા, આગચંપી, ઘરફોડ ચોરી, હિંસક અવ્યવસ્થા, ગંભીર શારીરિક હાનિ કરવા માટે ઇરાદો ધરાવો છો, તો તે ફક્ત ગુનાહિતતા છે અને અમે કેટલીક ગંભીર સજાઓ જોઈ છે.”

29 જુલાઈથી અત્યાર સુધીમાં પોલીસે રમખાણો દરમિયાન હિંસા માટે 1380 લોકોની ધરપકડ કરી છે અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે અન્ય ગુનાઓ, હિંસક અવ્યવસ્થા, ઉત્પીડન, શસ્ત્રો રાખવા અને ઓનલાઈન ગુનાઓ બાબતે 863 લોકો પર આરોપ મૂક્યો છે.

સ્ટીફન્સે રમખાણોને “આઘાતજનક સ્થિતિ” તરીકે વર્ણવી કહ્યું હતું કે ‘’જેલમાં ધકેલવામાં આવેલા લોકો હિંસા ફેલાવવાનો હેતુ ધરાવતા હતા. પોલીસિંગનો મુખ્ય હેતુ આપણા સમુદાયને મજબૂત બનાવવાનો છે. રમખાણોમાં સમજાયું છે કે આપણા સમુદાયના જોડાણમાં કેટલાક નાજુક ભાગો છે જે સૌથી ખરાબ હિંસામાં દેખાય છે. તેથી સ્પષ્ટપણે તેની સખત શબ્દોમાં નિંદા કરવાની જરૂર છે. મેં જોયેલી કેટલીક ટીપ્પણીઓ હિંસા માટે તર્ક આપવાનો પ્રયાસ કરાયો છે પણ એવા લોકો તેમાં સામેલ હતા જેઓ હિંસા કરવાનો ઇરાદો ધરાવતા હતા.”

વડા પ્રધાન, કેર સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટો તોફાનોમાં ભાગ લેનારાઓને સખત અને ઝડપથી સજા કરશે. તેઓ લંડનમાં ઑગસ્ટ 2011ના રમખાણો દરમિયાન પબ્લિક પ્રોસિક્યુશનના ડિરેક્ટર હતા ત્યારે તેમણે આવું કર્યું હતું.

પરંતુ જે રીતે તોફાનીઓ સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે તેના કારણે ટીકાકારો કહે છે કે આ દ્વિસ્તરીય પોલીસિંગનો પુરાવો છે. તેમની દલીલ  છે કે હમાસ દ્વારા 7 ઓક્ટોબર 2023 ના રોજ 1200 યહૂદીઓની હત્યા બાદ ઇઝરાયલ વિરોધી અને પેલેસ્ટિનિયન તરફી વિરોધીઓએ દેશમાં જે કર્યું હતું તેની સામે કાયદો કે રાજકારણીઓ નિંદા કરવા જેટલી ઉતાવળ કે કઠોર નથી રહ્યાં.’’

સરેના ભૂતપૂર્વ ચીફ કોન્સ્ટેબલ સ્ટીફન્સને કહ્યું હતું કે ‘’તમે એકદમ સાચા છો. જ્યારે ખૂબ મોટી ભીડને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે કેટલીકવાર પોલીસિંગમાં જુદા પ્રતિભાવોની જરૂર પડે છે. પણ પોલીસ દરેક સમયે યોગ્ય નિર્ણયો લઇ શકે તે આ સંજોગોમાં તે શક્ય નથી. લોકોએ સોશિયલ મીડિયા પર તેમનો દ્વેષ અને જાતિવાદને આંશિક રીતે બહાર કાઢી ડિસઓર્ડરને ઉત્તેજન આપ્યું હતું તે જોતાં ઝડપી ફોજદારી ન્યાય પ્રતિસાદ ખરેખર મહત્વપૂર્ણ હતો. અમે કરી શકીએ તેટલું શ્રેષ્ઠ યુકે પોલીસિંગનું પ્રતિનિધિત્વ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નેશનલ પોલીસ કોઓર્ડિનેશન સેન્ટરે તાજેતરના ડિસઓર્ડર માટેના તમામ ઓપરેશનલ પ્રયત્નોનું સંકલન કર્યું હતું. પણ પોલીસ આ ઉનાળાના રમખાણોમાંથી પાઠ શીખી શકે છે.’’

સ્ટીફન્સ સંમત થયા હતા કે પોલીસ યહૂદીઓ વિરુદ્ધ નફરત કે ઉશ્કેરણી કરનારા કોઈપણની તપાસ કરવાનું ચાલુ રાખશે અને જ્યાં જરૂર પડશે ત્યાં અદાલતી કાર્યવાહી કરશે.

યુકેમાં કાઉન્ટર ટેરરિઝમના ભૂતપૂર્વ વડા, ભૂતપૂર્વ મેટ આસિસ્ટન્ટ કમિશનર નીલ બસુએ લગભગ એક દાયકા સુધી ફાર રાઇટ જૂથોના વિકાસ અને જોખમ વિશે ચેતવણી આપી હતી.

LEAVE A REPLY