(ANI Photo)

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર ન્યૂયોર્કની અદાલતે ભારતીય અધિકારીઓને લાંચ આપવાના કથિત કાવતરામાં ભૂમિકા બદલ આરોપ મૂક્યા બાદ હવે યુકેના વડા પ્રધાનના ભૂતપૂર્વ સલાહકાર પર $250 મિલિયનની લાંચના કેસમાં સંડોવણીનો આરોપ મૂકાયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ કહે છે કે યુકેના એક્ઝિક્યુટિવ પર એક સહ-ષડયંત્રકાર હોવાનો આરોપ છે જેણે ‘દસ્તાવેજોનો નાશ અને દબાવવા’ કામ કર્યું હતું.

આરોપમાં એક અનામી બ્રિટિશ વ્યક્તિ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું જે કથિત રીતે “જાણતા અને જાણીજોઈને” વ્યક્તિઓને લાંચ આપવા માટે આ યોજનામાં જોડાયો હતો પરંતુ તેણે યુએસ સરકારથી તેને છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમને યુનાઇટેડ કિંગડમના નાગરિક તરીકે ઓળખવામાં આવે છે જેઓ તે સમયે હોંગકોંગમાં રહેતા હતા.

ધ ટાઇમ્સે કાનૂની કારણોસર વ્યક્તિનું નામ લીધુ નથી પણ તેઓ રાણીના જન્મદિવસના સન્માનની સૂચિમાં દેખાયા છે. એક્ઝિક્યુટિવએ ટિપ્પણી કરવા માટેના આમંત્રણનો જવાબ આપ્યો ન હતો.

અદણી જૂથે આરોપોને નકારી કાઢી તેને “પાયાવિહોણા” ગણાવ્યા છે અને કહ્યું છે કે “તમામ સંભવિત કાનૂની આશ્રય લેવામાં આવશે”.

નવેમ્બરમાં આરોપોની રૂપરેખા આપવામાં આવી ત્યારે ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના ક્રીમીનલ ડિવીઝનના ડેપ્યુટી આસિસ્ટન્ટ એટર્ની-જનરલ લિસા મિલરે જણાવ્યું હતું કે “આ ગુનાઓ કથિત રીતે વરિષ્ઠ અધિકારીઓ અને નિર્દેશકો દ્વારા ભ્રષ્ટાચાર અને છેતરપિંડી દ્વારા રાજ્યના ઉર્જા પુરવઠાના મોટા કોન્ટ્રાક્ટ મેળવવા અને નાણાં આપવા માટે કરવામાં આવ્યા હતા.’’

 

LEAVE A REPLY