સરકાર દ્વારા સ્કૂલો, મેદાનો અને હોસ્પિટલોની બહાર સ્મોકિંગ (ધૂમ્રપાન) પર પ્રતિબંધ મૂકવા માટે ટૂંક સમયમાં નવો કાયદો જાહેર કરવામાં આવશે, પરંતુ આ કાયદાના અંતર્ગત પબ ગાર્ડન્સમાં તેને મંજૂરી આપવામાં આવશે. આ ધ ટોબેકો એન્ડ વેપ્સ બિલ દ્વારા દેશવાસીઓના આરોગ્યને સુધારવા માટેના પ્રયાસ તરીકે વિવિધ જાહેર સ્થળોની બહાર સ્મોકિંગ પર પ્રતિબંધ મુકાશે. યુવાનોના આરોગ્ય પર સ્મોકિંગની અસર અંગેની ચિંતાને ધ્યાનમાં રાખીને સ્કૂલોની બહાર અને રમતના મેદાનોમાં પણ વેપિંગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. જોકે, ઉદ્યોગ પર તેની અસરની ચિંતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન સર કેઅર સ્ટાર્મરે, પબ અને કાફે સહિતના હોસ્પિટાલિટીના સ્થાનોની બહાર સ્મોકિંગ પર પ્રતિબંધ મૂકવાના તેમના વિચારોને અમલમાં નહીં મુકે તેવી આશા છે. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીએ અગાઉથી જ કહ્યું હતું કે, તેમને બજેટમાં જાહેર કરાયેલ એમ્પ્લોયરના રાષ્ટ્રીય વીમા યોગદાનમાં વધારો અને ઊંચા લઘુત્તમ વેતનની અસરનો સામનો કરવા માટે સંઘર્ષ કરવો પડશે. સપ્ટેમ્બરમાં યુગવ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાયું હતું કે, 51 ટકા લોકોએ પબ ગાર્ડનમાં સ્મોકિંગ કરવા પર પ્રતિબંધને સમર્થન આપ્યું હતું, જ્યારે 43 ટકા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. હોસ્પિટલની બહાર સ્મોકિંગ પર પ્રતિબંધ મુકવાની ઘણા લોકો તરફેણ કરી રહ્યા છે, જેના સમર્થનમાં 76 ટકા લોકો અને માત્ર 21 ટકા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. સ્ટાર્ટમરે બહારના સ્થળોએ સ્મોકિંગ પર પ્રતિબંધ મુકવાનો વારંવાર ઇનકાર કર્યો હતો.

LEAVE A REPLY